TOKYO OLYMLICS:ટોકિયો ઓલ્મિપિકનો આજે અંતિમ દિવસ છે. આજે ઓલ્મિપિકના છેલ્લા દિવસે ચીનને પછાડીને અમેરિકા આગળ નીકળી ગયું છે. ઓલ્મિપિકમાં શાનદાર પર્ફોમ્સ કરતા ચીનને પછાડીને  યૂએસ મેડલની યાદીમાં અવ્વલ નંબર મેળવી લીઘું છે.


TOKYO OLYMLICS:ટોકિયો ઓલ્મિપિકનો આજે અંતિમ દિવસ છે. આજે ઓલ્મિપિકના છેલ્લા દિવસે ચીનને પછાડીને અમેરિકા આગળ નીકળી ગયું છે. ઓલ્મિપિકમાં શાનદાર પર્ફોમ્સ કરતા ચીનને પછાડીને  યૂએસ મેડલની યાદીમાં અવ્વલ નંબર મેળવી લીઘું છે.


ટોકયો ઓલ્મિપિકમાં અમેરિકાનું પર્ફોર્મન્સ શાનદાર રહ્યું, અમેરિકાએ ઓલ્મિપિકમાં 39 ગોલ્ડ, 40 સિલ્વર, 33 બ્રોન્ઝ,એમ કુલ 112 મેડલ પ્રાપ્ત કર્યો છે. આ પહેલા અવ્વલ સ્થાને ચીન હતું ચીનની હાલની મેડલ ટેલિ પર નજર કરીએ તો ચીને 38 ગોલ્ડ, 32 સિલ્વર, 18 બ્રોન્ઝ, એક કુલ 88 મેડલ પ્રાપ્ત કર્યો છે.



અમેરિકાએ વૂમન બાસ્કેટ બોલ ટીમે જાપાન સાથે મુકાબલમાં શાનદાર પ્રદર્શન કરતા 7  ગોલ્ડ જીત્યાં તો વોલિબોલમાં પણ વૂમન્સ ટીમે બ્રાઝિલની ટીમને માત આપતા જીત હાસિંલ કરીને ઇતિહાસ રચી દીધો.મેડલની યાદીમાં ત્રીજું સ્થાન જાપાનનું છે. જાપાને 27 ગોલ્ડ, 14 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેળવ્યાં છે. તો બ્રિટેનના ઓલ્મિપિક પર્ફોમન્સની વાત કરીએ તો  ગ્રેટ બ્રિટેને 22 ગોલ્ડ, 21, સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીતીને ઓલ્મિપિક પર્ફોમન્સમાં ચોથું સ્થાન મેળવ્યું છે.


ભારતે ઓલ્મિપકમાં જીતેલા મેડલ પર નજર કરીએ તો 1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 બ્રોન્ઝ,એમ કુલ 7 મેડલ જિત્યાં છે. નીરજ ચોપડાએ ગઇ કાલે શાનદાર પર્ફોમ કરતા ભાલાફેંકમાં  ગોલ્ડ જીતીને ઇતિહાસ રચી દીધો. ઉલ્લેખનિય છે કે, ઓલ્મિપિક 2020માં મેડલની યાદીમાં ભારતનું 48મું સ્થાન છે.


નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. જે સંદર્ભે નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ તેમના પરિવારજનો અને દેશવાસીઓએ પણ ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી છે.હરિયાણા સરકારે પણ નીરજ ચોપડાને 6 કરોડના ઇનામ સાથે ઉચ્ચ અધિકારીના પદ પર નોકરી આપવાનો વાયદો કર્યો છે.