Tokyo Olympics:નીરજ ચોપડાએ ટોકયો ઓલ્મિપિકમાં રંગ રાખ્યો, દેશને પ્રથમ ગોલ્ડ અપાવીને ઇતિહાસ રચી દીધો. જો કે નીરજ માટે અહીં સુધી પહોંચવાનો સફર આસાન ન હતો. સંઘર્ષના દિવસો કસોટી ભર્યો હતા. જ્યારે તેમની પાસે જેવલિન(ભાલા) ખરીદવાના પણ પૈસા ન હતા.


નીરજની આ સફળતા પાછળ વર્ષોની કપરી મહેનત છે. નીરજના ગોલ્ડ માટે પરિવારે અને નીરજ ખૂબ ત્યાગ કર્યોં હતો. તેમણે એક વર્ષ માટે મોબાઇલ બંધ રાખ્ચો હતો માત્ર પરિવાર અને ખાસ કરીને મા સાથે વાત કરવા માટે પોતે વીડિયો કોલ કરતો હતો. તે સોશિયલ મીડિયાથી તો તદન દૂર જ રહેતા હતા.


સંયુક્ત પરિવારના સભ્યો
નીરજના પરિવારમાં માતા-પિતાની સાથે નીરજના કાકા પણ સામેલ છે. તેમના સંયુકત પરિવારમાં 19 મેમ્બર છે. કઝીન બ્રધર્સ-સિસ્ટર્સમાં નીરજ સૌથી મોટા છે. નીરજ પરિવારમાં લાડલા છે.


સંઘર્ષના દિવસો આવા હતા
નીરજને ખેલના આગળના મુકામ સુધી પહોંચવા માટે 1.5 લાખના રૂપિયાની જેવલિન ખરીદવાની હતી પરંતુ 19 સભ્યોનો સંયુક્ત ગરીબ ખેડૂત પરિવાર આ સુવિધા આપી શકે તેમ ન  હતું. કાકા અને પિતાએ જેમ તેમ કરીને સાત હજારની જેવલિન ખરીદી આપી હતી. તેમણે આ જેવલિનથી કામ ચલાવ્યું અને અભ્યાસ શરૂ કર્યો.


કોચ વિના જ વીડિયો જોઇ સ્કિલ હાંસિલ કર્યું
જીવનમાં ઉતાર ચઢાવનો સિલસિલો ચાલુ હતો પરંતુ નીરજનો અભ્યાસ ન રોકાયો. એક સમય એવો પણ આવ્યો જ્યારે નીરજ પાસે કોઇ કોચ ન હતો. આ સમયે તેમણે વીડિયો જોઇને કૌશલ્યા શીખ્યાં. તે યૂટ્યુબ ચેનલ પર નિષ્ણાતની ટિપ્સને ફોલો કરીને કુશળતા મેળવતા હતા. આ રીતે વીડિયો જોઇ- જોઇને તેમણે કમીને દૂર કરી. તેમણે કહ્યું કે. જ્યાંથી પણ શીખવાનો મોકો મળ્યો. મેં ઝડપી લીધો.


નીરજ જુનિયર વિશ્વ રેકોર્ડ બનાવીને ચર્ચામાં આવ્યાં. તેમણે 2016માં જુનિયર વિશ્વ ચેમ્પિયનશીપમાં 86.48 મીટરના અંડર-20 વિશ્વ રેકોર્ડની સાથે એક ઐતિહાસિક સ્વર્ણ પદક જિત્યા બાદ ચર્ચામાં આવ્યાં. ત્યારબાદ તેમણે પાછું વળીને ન જોયું અને 2017માં સેના સાથે જોડાયા બાદ તેમણે કહ્યું કે, હવે રાહત મળી કે ગરીબીમાં પણ મારો સાથે આપતા પરિવારને હું આર્થિક સહાય કરી શકીશ.