India Schedule, Tokyo Olympic 2020 Matches List: રમતોના મહાકુંભ ટોક્યો ઓલિમ્પિકમાં 5 દિવસ પૂરા થયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક સિલ્વર મેડલ આવ્યો છે. છઠ્ઠા દિવસે ઘણા ખેલાડીઓ મેડલની આશા લઈને મેદાનમાં ઉતરશે. આ ખેલાડીઓ પાસે સમગ્ર દેશને ઘણી આશા છે.  તમને ઓલિમ્પિકના છઠ્ઠા દિવસ એટલે કે બુધવારના ભારતીય ખેલાડીઓના શેડ્યૂલ વિશે જણાવી દઈએ.


હોકી
6:30 AM: મહિલા પૂલ એ (ભારત વિ ગ્રેટ બ્રિટન)


બેડમિંટન
7:30 AM: મહિલા સિંગલ્સ ગ્રુપ પ્લે સ્ટેજ - ગ્રુપ જે (પીવી સિંધુ વિ હોંગકોંગ, ચીનના એનગન યી ચેઉંગ)


તીરંદાજી
7:31 AM: પુરુષોની વ્યક્તિગત 1/32 એલિમિનેશન (તરુણદીપ રાય વિ યુક્રેનની ઓલેકસી હનબીન)


રોઈંગ
8:00 AM: લાઇટવેઇટ મેન્સ ડબલ સ્કલ્સ સેમિફાઇનલ એ / બી 2 (અર્જુન લાલ જાટ-અરવિંદ સિંહ)


નૌકાયન


8:35  AM : મેન્સ સ્કિફ - 49er - રેસ 02 (ગણપતિ કેલપંડા, વરૂણ ઠક્કર)
રેસ 03, રેસ 04 પછી 


તીરંદાજી
12:30 PM : પુરૂષો વ્યક્તિગત 1/32 એલિમિનેશન (પ્રવિણ જાધવ વિરુદ્ધ  આરઓસીના ગલસન બજરઝાપોવ)


તીરંદાજી
2: 14 PM: મહિલા વ્યક્તિગત 1/32  એલિમિનેશન (દીપિકા કુમારી વિરુદ્ધ કર્મા ઓફ ભૂટાન)


બેડમિંટન
2:30 PM: મેન્સ સિંગલ્સ ગ્રુપ પ્લે સ્ટેજ - ગ્રુપ ડી (બી સાઇ પ્રણીત વિ નેધરલેન્ડના માર્ક કેલજોઉ)


બોક્સિંગ


2:33 PM: વિમેન્સ મિડલ (69-75 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16 (પૂજા રાની વિ ઈચરક ચાઈબ અલ્જેરિયાની)


ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 39માં ક્રમે છે. અમેરિકા  9 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ 22  મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 9 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળી કુલ 21 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 9 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 17 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. 


ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર લવલિના બોરગોહેન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી હતી. લવલિનાએ આ બાઉટ સ્પિલટ ડિસિજનથી 3-2થી જીત્યું.