India Schedule, Tokyo Olympic 2020 Matches List: રમતોના મહાકુંભ ટોક્યો ઓલિમ્પિકમાં 7 દિવસ પૂરા થયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 46માં ક્રમે છે. અમેરિકા 13 ગોલ્ડ, 14 સિલ્વર અને 10 બ્રોન્ઝ એમ 37 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 14 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ 29 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 15 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 24 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
ટોક્યો ઓલિમ્પિક્સમાં ગુરવારે ભારતીય ખેલાડીઓએ સારી શરૂઆત કરી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હોકી ટીમે આર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું. તીરંદાજીમાં અતનુ દાસ 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટને હરાવીને પુુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.
બોક્સિંગમાં સતીશ કુમારે સુપર હેવી વેટ(91+ કિલોગ્રામ) કેટેગરીના અંતિમ-8માં સ્થાન મેળવી લીધુ છે. 25 મીટર મહિલા એર પિસ્તોલના પ્રથમ ક્વાલિફાઈંગ રાઉન્ડમાં યુવા શૂટર મનુ ભાકરે સારો દેખાવ કર્યો છે.
ભારત શેડ્યૂલ | ટોક્યો ઓલિમ્પિક્સ 2020 | 30 જુલાઈ 2021
શૂટીંગ
5:30 AM: 25 મી પિસ્તલ મહિલા યોગ્યતા રેપિડ (રાહી સરનોબત, મનુ ભાકર)
તીરંદાજી
6:00 AM: મહિલા વ્યક્તિગત 1/8 એલિમિનેશન ( આરઓસીની દીપિકા કુમારી વિ કેન્સિયા પેરોવા)
વ્યાયામ
6:17 AM: પુરુષોની 3000 મીટર સ્ટીપલચેજ રાઉન્ડ 1 હીટ 2 (અવિનાશ મુકુંદ સેબલ)
હોકી
8:15 AM: મહિલા પૂલ એ ( ભારત વિ આયરલેન્ડ)
બોક્સિંગ
8:18 AM: મહિલા લાઈટ (57-60 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16 ( સિમરનજીત કૌર વિ થાઈલેન્ડની સુદાપોર્ન સીસોંડી)
વ્યાયામ
8:27 AM: પુરુષોની 400 મીટર હર્ડલ્સ રાઉન્ડ 1 - હીટ 5 ( એમપી જાબિર)
નૌકાયાન
8:35 AM: મહિલા એક વ્યક્તિ ડિંગી - લેઝર રેડિયલ - રેસ 09 ( નેત્રા કુમાનન)
ત્યારબાદ રેસ 10
8:35 AM: પુરુષ સ્કિફ 49er - રેસ 07 ( ગણપતિ કેલપાંડા-વરુણ ઠક્કર)
ત્યારબાદ રેસ 08, રેસ 09
બોક્સિંગ
8:48 AM : મહિલા વેલ્ટર (64-69 કિગ્રા) ક્વાટરફાઈનલ 2 ( ચીની તાઈપે લવલીના બોર્ગોહેન વિ નિએન-ચિન ચેન)
ગોલ્ફ
8:52 AM: પુરુષ ઈન્ડિવિઝ્યૂલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 2 ( અનિર્બાન લાહિડી)
શૂટિંગ
10:30 PM: 25 મીટર પિસ્તલ મહિલા ફાઈનલ ( યોગ્યતાના આધાર પર)
નૌકાયાન
11:05 AM: પુરુષ વન પર્સન ડિંગી - લેઝર -રેસ 09 ( વિષ્ણ સરવનન)
બાદમાં રેસ 10
ગોલ્ફ
11:09 AM: પુરુષ ઈન્ડિવિઝ્યૂલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 2 ( ઉદયન માને )
બેડમિન્ટન
1:15 PM: મહિલા સિંગલ્સ ક્વાર્ટરફાઈનલ ( પીવી સિંધુ વિ જાપાનની અકાને યામાગુચી)
હોકી
3:00 PM : પુરુષ પૂલ એ ( ભારત વિ જાપાન)
વ્યાયામ
4:42 PM : 4x400 મીટર રિલે મિક્સડ રાઉન્ડ 1 - હીટ 2 ( રેવતી વીરમણિ, સુભા વેંકટેશન, એલેક્સ એંટની, સાર્થક ભાંબરી)
ઘોડેસવારી
5:30 PM : ઈવેટિંગ ડ્રેસેજ ટીમ અને વ્યક્તિગત દિવસ 1 ( ફૌઆદ મિર્જા)