India Schedule, Tokyo Olympic 2020 Matches List:ટોક્યો ઓલિમ્પિકનો આજે 12મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ સારો નથી રહ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસે કુસ્તીબાજ સોનમ મલિક ફ્રી સ્ટાઇલ 62 કિલો વજન વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તેને મંગોલિયન કુસ્તીબાજ બોલોરતુયા ખુરેલખુએ હરાવી.
ટોક્યો ઓલિમ્પિક્સના 12મા દિવસે બેલ્જિયમે પુરુષોની હોકી સેમી-ફાઇનલમાં ભારતને 5-2થી હરાવ્યું છે. બેલ્જિયમે છેલ્લા ક્વાર્ટરમાં 3 ગોલ કર્યા અને ભારતનો સફાયો કરીને લીડ મેળવી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ભારતે પહેલા ક્વાર્ટરમાં 2-1ની લીડ મેળવી હતી, જે બીજા ક્વાર્ટરમાં ગુમાવી હતી.
એથલેટિક: પુરુષોની ભાલા ફેંક યોગ્યતામાં નીરજ ચોપડા: ગ્રુપ એ સવારે 5.35 વાગ્યે
ભારત મેડલ ટેલીમાં 63માં ક્રમે છે. અમેરિકા 24 ગોલ્ડ, 27 સિલ્વર અને 20 બ્રોન્ઝ એમ 71 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 32 ગોલ્ડ, 21 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 69 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 19 ગોલ્ડ, 6 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ મળી કુલ 36 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
ગોલ્ફ: અદિતી અશોક મહિલા રાઉન્ડ 1માં સવારે 5:55 વાગ્યે
એથલેટિક : શિવપાલ સિંહ પુરુષોની ભાલા ફેંક યોગ્યતામાં : ગ્રુપ બી સવારે 7:05 વાગ્યે
ગોલ્ફ : દીક્ષા ડાગર મહિલા રાઉન્ડ 1 મા સવારે 7:39 વાગ્યે
બોક્સિંગ : લવલીના બોરગોહેન વિ બુસેનાઝ સુરમેનેલી મહિલા વેલ્ટરવેટ (69 કિગ્રા) સેમીફાઈનલમાં સવારે 11 વાગ્યે
મહિલા હોકી સેમીફાઈનલ: અર્જેન્ટીના વિ બારત બપોરે 3:30 વાગ્યે IST
કુશ્તી
રવિ કુમાર વિ ઓસ્કર ટાઈગરોસ પુરુષ ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા રાઉન્ડ ઓફ 16માં :- TBD
બાદમાં
પુરુષોની ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા ક્વાર્ટર ફાઈનલમાં રવિ કુમાર જીતશે તો
પુરુષ ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા સેમીફાઈનલમાં રવિ કુમાર જીતશે તો
અંશુ મલિક વિ ઈરીના કુરાચકિના મહિલાઓની ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા 16 ના રાઉન્ડમાં:- TBD
બાદમાં
મહિલા ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા ક્વાર્ટર ફાઈનલમાં જો અંશુ મલિક જીતશે તો
દીપક પુનિયા વિ એકરેકેમે અગિયોમોર પુરુષોની ફ્રીસ્ટાઈલ 86 કિગ્રા રાઉન્ડ ઓફ 16 માં: TBD
બાદમાં
પુરુષોની ફ્રીસ્ટાઈલ 86 કિગ્રા ક્વાર્ટર ફાઈનલમાં દીપક પુનિયા જીતશે તો
પુરુષોની ફ્રીસ્ટાઈલ 86 કિગ્રા સેમીફાઈનલમાં દીપક પુનિયા જીતશે તો