ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 42માં ક્રમે છે. અમેરિકા  10 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ એમ 30  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 12 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ 26 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 12 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 21 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે. બોક્સીંગમાં પૂજા રાણી મહિલાઓની 75 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. બસ હવે તે મેડલથી માત્ર 1 જીત દૂર છે. તે જ સમયે, બેડમિંટનમાં પીવી સિંધુ અને તીરંદાજીમાં દીપિકા મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. 


પૂજાએ 16 મેચના રાઉન્ડમાં અલ્જેરિયાના ઇચ્રાક ચાઈબને 5-0થી હરાવી હતી. જો પૂજા આગળની મેચ જીતશે તો તે મેડલ પણ જીતી શકે છે. તેની પહેલા લોવલિના બોરગોહેન પણ 69 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. આર્ચર મહિલા સિંગલ્સમાં દીપિકા કુમારી બીજા રાઉન્ડની મેચ રમી રહી છે. તે અત્યારે અમેરિકન આર્ચર્સ સામે 4-4ની બરાબરી પર છે.  પીવી સિંધુ પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે ટકરાશે. સિંધુનો બ્લિચફેલ્ટ સામે એકંદરે ઓવરઓલ સારો રેકોર્ડ છે.


ભારતીય તીરંદાજ તરુણદીપ રાય મેન્સ સિંગલ્સમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. તેને 16 એલિમિનેશન મેચના રાઉન્ડમાં ઇઝરાયેલના ઇટે શૈનીએ શૂટ-ઓફમાં હાર આપી હતી. ભારતની મહિલા હોકી ટીમ તેની સતત ત્રીજી મેચ હારી ગઈ છે. બુધવારે રમાયેલી મેચમાં બ્રિટને ભારતીય ટીમને 4-1થી હરાવી હતી. બ્રિટન માટે હન્નાહ માર્ટિને વધુ બે અને લીલી ઓસ્લી અને ગ્રેસ બાલ્સડને 1-1 ગોલ કર્યો હતો. ભારત તરફથી એકમાત્ર ગોલ શર્મિલા દેવીએ કર્યો.


રોઇંગનાં લાઇટવેઇટ મેન્સ ડબલ્સ સ્કલ્સમાં ઈન્ડિયાનાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની જોડી સેમીફાઇનલમાં છઠ્ઠા અને અંતિમ સ્થાન પર રહી છે.


29 જુલાઈ 2021 ટોક્યો ઓલિમ્પિક 2020


રોઈંગ 
5:20 AM: લાઈટવેટ મેન્સ ડબલ  સ્કલ્સ ફાઈનલ બી ( અર્જુલ લાલ જાટ- અરવિંદ સિંહ)


શૂટિંગ 


5:30 AM: 25 મીટર પિસ્ટલ મહિલા યોગ્યતા પ્રેસિજન( રાહી સરનોબત, મનુ ભાકર)


હોકી 
6:00  AM : પુરુષ પૂલ એ  ( ભારત વિ અર્જેન્ટીના)


ઘોડેસવારી 
6:00 AM : પ્રથમ ઘોડાના નિરીક્ષણનું આયોજન  ( ફૌઆદ મિર્ઝા)


બેડમિન્ટન 
6:15 AM: વિમન્સ સિંગલ રાઉન્ડ ઓફ 16  ( પીવી સિંધુ વિ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ)


તીરંદાજી 


7:31 AM: પુરુષ વ્યક્તિગત  1/32 એલિમિનેશન  ( અતનુ દાસ વિ ચીની તાઈપે કે યૂ-ચેંગ ડેંગ)


નૌકાયન 
8:35 AM: મેન્સ વન પર્સન ડિંગી- લેઝર- રેસ 07 ( વિષ્ણુ સરવનન )


ત્યારબાદ રેસ  08
8:35 AM: મેન્સ સ્કિફ- 49er - રેસ  05  ( ગણપતિ કેલપાંડા- વરુણ ઠક્કર)


નૌકાયાન


8:45 AM: મહિલા વન પર્સન ડિંગી- લેઝર રેડિયલ  - રેસ  07 ( નેત્રા કુમાનન)
ત્યારબાદ રેસ 08 


બોક્સિંગ 
8:48 AM: મેન્સ સુપર હેવી  (+91 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16  ( સતીશ કુમાર વિ જમૈકાના રિકાર્ડો બ્રાઉન)
ગોલ્ફ
8:52 AM: મેન્સ ઈન્ડિવિઝ્યૂલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 1  (અનિબાર્ન લાહિડી )
ગોલ્ફ


11:09 AM: મેન્સ ઈન્ડિવિઝ્યૂલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 1  (ઉદયન માન)
બોક્સિંગ


3:36 :  મહિલા ફ્લાઈ (48-51 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16  ( મૈરી કોમ વિ ઈંગ્રિટ લોરેના વાલેંસિયા વિક્ટોરિયા ઓફ કોલંબિયા)


સ્વિમિંગ 


4:16  :  પુરુષોની 100 મીટર બટરફ્લાઈ-  હીટ  2  ( સાજન પ્રકાશ)