નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને ભારે તાવ અને ગળામાં દુ:ખાવો થયા બાદ કોવિડ -19 માટે ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નીરજ ચોપડાના નજીકના સૂત્રોએ આ અંગે  જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીરજ ચોપડા હાલમાં તાવ અને ગળામાં દુ:ખાવા બાદ આરામ કરી રહ્યો છે. સારી વાત એ છે કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.


ડોક્ટરોની સલાહ પર તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તાવને કારણે તેઓ હરિયાણા સરકારના સન્માન સમારોહમાં પણ હાજર રહી શક્યો ન હતો. નીરજના એક નજીકના સાથીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, નીરજ હવે સ્વસ્થ થઈ રહ્યો છે. શુક્રવાર સુધી તેમનું તાપમાન 103 ડિગ્રી હતું, પરંતુ હવે તેની તબિયત સારી થઇ રહી છે. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. તેનું સમયપત્રક ખૂબ વ્યસ્ત હતું જેના કારણે તે બીમાર પડ્યો હતો. 


ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે જેવલિન થ્રોમાં  ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો. તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનમાં 7 મેડલ જીત્યા હતા. જેમાં  1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે.  41 વર્ષ બાદ ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ઓલિમ્પિકમાં, ઘણા ભારતીય ખેલાડીઓ ખૂબ જ ઓછા અંતરથી મેડલ ચૂકી ગયા હતા. હવે આગામી ઓલિમ્પિક 2024 માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાશે.


નીરજ ચોપરાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો









ટોકિયો ઓલ્મિપિકમાં જૈવલિન થ્રો ઇવેન્ટમાં નીરજ ચોપરાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. એથલેટિક્સમાં ભારત માટે ઓલ્મિપિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ખેલાડી છે. નીરજની આ સિદ્ધિ બદલ તેમના પર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. પાણીપતમાં રહેનાર નીરજ ચોપડાને હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા રોકડ અને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.


હરિયાણાના સીએમ  મનોહર ખટ્ટરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, નીરજ ચોપડાએ ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતૃ આ સાથે દેશના લોકોનું દિલ પણ જીતી લીધું, આજે સમગ્ર દેશ તેમના માટે ગૌરવ અનુભવી રહ્યો છે. આ પળનો દેશને વર્ષોથી ઇંતેજાર હતો,