ભારતીય ખેલાડી નીરજ ચોપરાને  ભાલા ફેંકમાં ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ જીતી અને શાનદાર પ્રદર્શન કર્યા બાદ  તાજેતરની વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં 14 સ્થાનનો ફાયદો થયો છે.  નીરજ ચોપરા વિશ્વનો નંબર 2 ખેલાડી બન્યો છે.


7 ઓગસ્ટ, 2021 ના રોજ નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો હતો. ચોપરાએ 87.58 મીટરના અંતરે ભાલો ફેંકી અને ટોક્યો ઓલિમ્પિકમાં  ગોલ્ડ જીત્યો છે.  


વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ, 23 વર્ષીય નીરજ ચોપરા માત્ર જોહાન્સ વેટરથી  પાછળ છે, જેનો સ્કોર 1396 છે.  બીજી બાજુ, નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ પુરુષોની ભાલા ફેંકમાં 1315 નો સ્કોર બનાવ્યો છે. ઓલિમ્પિક્સમાં સ્ટાર એથ્લીટ દ્વારા ઐતિહાસિક ગોલ્ડન થ્રોને વિશ્વ એથલેટિક્સ દ્વારા ઓલિમ્પિક એથલિટિક્સ (ટ્રેક એન્ડ ફિલ્ડ) ની 10 જાદુઈ ક્ષણોમાંથી એક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે.


નીરજ ચોપરાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો


ટોકિયો ઓલ્મિપિકમાં જૈવલિન થ્રો ઇવેન્ટમાં નીરજ ચોપરાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. એથલેટિક્સમાં ભારત માટે ઓલ્મિપિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ખેલાડી છે. નીરજની આ સિદ્ધિ બદલ તેમના પર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. પાણીપતમાં રહેનાર નીરજ ચોપડાને હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા રોકડ અને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.


 


હરિયાણાના સીએમ  મનોહર ખટ્ટરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, નીરજ ચોપડાએ ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતૃ આ સાથે દેશના લોકોનું દિલ પણ જીતી લીધું, આજે સમગ્ર દેશ તેમના માટે ગૌરવ અનુભવી રહ્યો છે. આ પળનો દેશને વર્ષોથી ઇંતેજાર હતો,


 


ઉલ્લેખનિય છે કે, હરિયાણા સરકારે ટોકયો ઓલ્મિપિક શરૂ થતાં પહેલા પણ જાહેરાત કરી દીધી હતી કે, હરિયાણાને જે ખેલાડી ગોલ્ડ જીતીને આવશે તેમને 6 કરોડનું ઇમાન હરિયાણા સરકારથી મળશે.