Tokyo Paralympics 2020: ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતની ભાવિના પટેલે ડંકો વગાડી દીધો છે, તેને વર્લ્ડ સુપર સ્ટાર નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી યિંગને હંફાવીને સિલ્વર મેડલ હાંસલ કરવામાં સફળતા મળી છે. ભાવિનાએ સિલ્વર મેડલ જીતતાની સાથે જ પેરાલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો અને આ જીતની સમગ્ર દેશે જોરદાર રીતે ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક નાના ગામમાંથી આવનારી ભાવિના પટેલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા માટે બહુજ કષ્ટ વેઠ્યા અને પ્રેક્સિસ કરી છે. ભાવિના પટેલ મૂળ મહેસાણા જિલ્લાની વતની છે, અને હાલ અમદાવાદમાં રહે છે. 


ટેલબ ટેનિસ પ્લેયર ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામમાં મોટી થઇ, બાદમાં તેનુ લગ્ન થયુ અને તે અમદાવાદ આવી ગઇ હતી. ભાવિનાને તેના પતિએ ખુબ જ સાહસ અને તાકાત આપી જેના કારણે તે આગળ વધીને સિલ્વર મેડાલિસ્ટ બની શકી. ટોકયો જીત બાદ સૌ પ્રથમ અભિનંદન તેમના પતિ નિકુલ પટેલે આપ્યા હતા. અમદાવાદના નિકુલ પટેલને પોતાની દિવ્યાંગ પત્ની માટે ગર્વ છે. તેઓ અમદાવાદમાં જ વ્યવસાય કરે છે અને બોલ બેરિંગનો તેમનો કારોબાર છે તેમને આશા છે કે, ભાવિના ગોલ્ડ મેડલ અવશ્ય જીતશે અને દેશનું ગૌરવ વધારશે.


રૉબોટ સાથે કરી પ્રેક્સિસ- 
માત્ર 12 મહિનાની વયે પોલીયોનો શિકાર બની ગયેલી ભાવિના એ પોતાનુ મનોબળ ના ગુમાવ્યુ અને તેને ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી, પહેલા માત્ર મનોરંજન માટે રમતી હતી, પરંતુ બાદમાં તેને કેરિયર ગણીને આગળ ધપાવી. લગભગ 15 વર્ષ પહેલાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન ખાતે ટેબલટેનિસ રમવાનું શરૂ કરી, બાદમાં આ ક્ષેત્રે કારકિર્દીને હાઇએસ્ટ લેવલ સુધી લઇ જવા માટે ભાવિનાએ ટેક્નોલોજીનો સહારો લીધો,


ભાવિના પટેલે લગભગ ચાર લાખ રૂપિયાની કિંમતના એક રોબોટ મશીન (સતત બોલ ફેંકનાર મશીન) દ્વારા પ્રેક્સિટ શરૂ કરી, આ મશીન દ્વારા તે સતત અલગ અલગ શોટ્સના કલાકો સુધી પ્રેક્ટિસ કરતી હતી. ઉલ્લેખનીય છે કે, રમત મંત્રાલય દ્વારા 2020ના વર્ષમાં TOPS સ્કીમ (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના) સામેલ થયા બાદ તેને પ્રેક્ટિસ માટે રોબોટ મળ્યો હતો. ભાવિનાને સર્વોચ્ચે કેરિયર સુધી લઇ જવામાં તેમના પતિનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. 


સૂંઢિયા ગામમાં ભાવિના પટેલની જીતથી દિવાળી જેવો માહોલ થઇ ગયો હતો, અને ઠેર ઠેર ફટાકડા ફોડીને ઉજવણી અને લોકોએ એકબીજાને મીઠાઇ ખવડાવી હતી. ભાવિના પટેલની ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વરની જીતની ખુશીમાં સૂંઢિયા ગામના તેમના પિતા હસમુખભાઈ તેમજ માતા નિરંજનાબેન ગદગદિત બની ગયાં હતાં.


ઉલ્લેખનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભાવિનાએ સિલ્વર મેડલ જીતીને પેરાલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે, ભાવિના ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ખેલાડી બની ગઇ છે. ભાવિના પાસે ગૉલ્ડ જીતવાનો મોકો હતો જોકે, ચીનની યિંગે તેને સીધી ગેમમાં માત આપી દીધી હતી. 19 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં ભાવિના પટેલ વર્લ્ડ નંબર વન યિંગને જબરદસ્ત ટક્કર આપવામાં સફળ ના થઇ શકી. યિંગે પહેલી જ ગેમમાં ભાવિના પટેલ પર દબાણ બનાવી લીધુ હતુ. યિંગે પહેલી ગેમ 11-7થી પોતાના નામે કરી. બીજા ગેમમાં તે યિંગનુ પ્રદર્શન વધુ શાનદાર રહ્યું અને તેને બીજી ગેમ 11-5 થી પોતાના નામે કર્યુ. ત્રીજી ગેમની શરૂઆતમાં ભાવિનાએ વાપસી કરવાની કોશિશ કરી પરંતુ યિંગે ત્રીજી ગેમમાં પણ 11-6થી જીતીને બતાવી દીધી કે તે કેમ દુનિયાની નંબર વન ખેલાડી છે.