ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારતે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા. વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
દિવસની શરૂઆતમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના સિંધરાજ અધનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અધનાએ પુરુષોની 10 મીટર એર પિસ્ટોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી સિંધરાજને અભિનંદન આપ્યા હતા.
બાદમાં ઉંચી કૂદમાં ભારતને બે મેડલ મળ્યા હતા જેમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મરિયપ્પન થંગાવેલુંએ ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષોની ઉંચી કૂદ ટી 63 ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ 10મો મેડલ છે. શરદ કુમારે પુરુષોની ઉંચી કૂદ ટી 63 ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની ઉંચી કૂદ ટી63 સ્પર્ધામાં મરિયપ્પને 1.86 મીટર તો શરદ કુમારે1.83 મીટરની કૂદ લગાવી હતી. અમેરિકાના સૈમ ક્રૂ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે 30મા નંબર પર છે. મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 62 ગોલ્ડ, 38 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સાથે 132 મેડલ જીત્યા છે. બીજા નંબર પર ગ્રેટ બ્રિટન છે તેણે 29 ગોલ્ડ મેડલ, 23 સિલ્વર મેડલ અને 28 બ્રોન્ઝ મેડલ સાથે 80 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર રશિયન પેરાલિમ્પિક કમિટી રહી હતી. જેણે 25 ગોલ્ડ મેડલ,16 સિલ્વર મેડલ અને 33 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.