ટોક્યોઃટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના એથલિટ નિષાદ કુમારે દેશને હાઇ જમ્પમાં બીજો મેડલ અપાવ્યો છે. નિષાદે 2.06 મીટરનો હાઇ જમ્પ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ અગાઉ સવારે ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે ભારતને પેરાલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો.
નિષાદે મેડલ જીતવાની સાથે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. નિષાદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું. તેનો મુકાબલો અમેરિકાના બે એથલિટ સાથે હતો.
નોંધનીય છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર નિષાદ કુમાર હિમાચલ પ્રદેશના ઉનાનો રહેવાસી છે. તેમણે પેરાલિમ્પિક રમતોની શરૂઆત અગાઉ બેંગલુરુના કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધી મહેનત કરી હતી. નિષાદ કુમાર મેડલ જીતતાની સાથે તેના ગામમાં ખુશીનો માહોલ છે. ગોલ્ડ મેડલ અમેરિકાના Roderick Townsendએ જીત્યો હતો. સિલ્વર મેડલ અમેરિકાના Dallas Wise અને નિષાદ કુમારે સંયુક્ત રીતે જીત્યો હતો. આ જીત સાથે વડાપ્રધાન મોદીએ નિષાદ કુમારે ટ્વિટ કરી અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું કે, ટોક્યોથી વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. ખૂબ ખુશ છું કે નિષાદ કુમારે પુરુષોની હાઇ જમ્પ ટી-47માં સિલ્વર મેડલ જીત્યો છે.
ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો
ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. પોતાના પ્રથમ પેરાલિમ્પિકમાં ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી છે. તે ભારત તરફથી ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. ભાવિના પાસે ગોલ્ડ જીતવાનો મોકો હતો પરંતુ ફાઈનલમાં ચીનની યિંગે તેને હાર આપી હતી.
19 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભાવિના પટેલ વર્લ્ડ નંબર વન યિંગને ટક્કર આપી શકી નહોતી. પિંગે પ્રથમ ગેમથી જ ભાવિના પર દબાણ બનાવ્યું હતું. યિંગે પ્રથમ ગેમ 11-7થી પોતાના નામે કરી હતી. બીજી ગેમમાં તેનું પ્રદર્શન વધારે શાનદાર રહ્યું અને 11-5થી જીતી હતી. ત્રીજી ગેમમાં ભાવિનાએ વાપસીની કોશિશ કરી પરંતુ સફળ રહી નહોતી. તેણે ત્રીજી ગેમ 11-6થી જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
Corona Vaccine: ગુજરાતના આ શહેરમાંથી કોવેક્સિનની પ્રથમ કોમર્સિયલ બેચ થઈ લોંચ, માંડવિયાએ કહી આ વાત
Bhavinaben Wins Silver: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે સિલ્વ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મહેસાણામાં જશ્નનો માહોલ
Corona Cases India: દેશમાં ત્રીજી લહેરના ભણકારા, સતત ચોથા દિવસે 40 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
મોદી સરકારે બે વર્ષથી વધુ વયનાં બાળકો માટેની કોરોના રસી અંગે કરી બહુ મોટી જાહેરાત, જાણો માંડવિયાએ શું કહ્યું ?