Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકનું સમાપન થયું છે અને ભારતે અત્યાર સુધીમાં સર્વોચ્ચ મેડલ જીતીને સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે.  પેરાલિમ્પિકની શરૂઆત 1960થી થઈ હતી અને ભારતે 1968થી આમા ભાગ લેવાની શરૂઆત કરી હતી.1976 અને 1980માં ભારતે આમા ભાગ લીધો નહતો.


ભારતે કુલ કેટલા મેડલ જીત્યા


ભારતે કુલ 19 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ટોકયો ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે રવિવારે નોઇડાના ડીએમ સુહાસ  એલ યથિરાજે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.






ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે એટલે કે રવિવારે નોઇડાના ડીએમ સુહાસને એલ યથિરાજને ભારત માટે સિલ્વર જીતીને શાનદાર શરૂઆત કરી હતૂ.  વર્લ્ડ નંબર થ્રી સુહાસ આજે બેડમિન્ટનમાં મેંસ સિંગલ્સ SL4 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચમાં ભારે સંઘર્ષ છતાં ફ્રાસના એલ માજુરથી 21-15, 17-21, 15-21 હારી ગયો. જો કે હાર છતાં પણ તેમને પેરાઓલ્મિપિકમાં ગેમ્સમાં ઇતિહાસ રચી દીધો. 


આ પહેલા કાલે રમાયેલ સેમીફાઇનલ મુકાબલામાં સુહાસે સરળતાથી જીત હાંસિલ કરી હતી.સુહાસે સેમીફાઇનલમાં ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાને 31 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સીધા સેટમાં 2-0થી હરાવ્યો. સુહાસને પહેલા સેટ પર 21-9થી પોતાનું નામ કર્યું. બીજા સેટમાં સેતિયાવાને સખત ટક્કર આપવાની કોશિશ કરી પરંતુ સુહાસ બીજા સેટમાં પણ 21-15થી સફળ રહ્યાં. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે શનિવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે. સવારમાં શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતના ખાતમાં બેડમિન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આવ્યા હતા.


Tokyo Paralympics: પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર આ ખેલાડી છે IAS અધિકારી, જાણો ક્યાં છે કલેક્ટર ? કઈ રીતે સ્પોર્ટ્સ તરફ વળ્યા ?


ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયામાં કોરોનાની એન્ટ્રી ? જાણો મોટા સમાચાર


IPL 2021:ઈંગ્લેન્ડની આ ક્રિકેટરે RCBને ગણાવી ચેમ્પિયન બનવા હોટ ફેવરીટ ? કોણે મુંબઈની જીતની કરી આગાહી ?