FIFA WC 2022: ફિફા વર્લ્ડકપ 2022ની સમાપ્ત થઇ ચૂકી છે. અને આ ફિફા વર્લ્ડકપ 2022નુ નવુ ચેમ્પીનય આર્જેન્ટિના બની ગયુ છે. ફાઇનલમાં ફ્રાન્સ અને આર્જેન્ટિનાની ટીમ આમને સામને હતી, જેમાથી આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં મેચ જીતી લીધી હતી. આર્જેન્ટિના આ સાથે જ 36 વર્ષ બાદ ચેમ્પીયન બની ગયુ હતુ. 


ખાસ વાત છે કતારમાં રમાયેલી આ ફિફા વર્લ્ડકપ 2022માં આ વખતે ફેન્સનો ખુબ જોશ જોવા મળ્યો છે, આ વખતે કેટલીક ખાસ વસ્તુઓ પણ જોવા મળી, આ વર્લ્ડકપ હંમેશા યાદ રહેશે. કેમ કે પહેલીવાર આરબ દેશમાં ફિફા વર્લ્ડકપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જાણો કતાર ફિફા વર્લ્ડકપ 2022ની અનોખી વસ્તુઓ....... 


પહેલીવાર શિયાળામાં રમાયો ફિફા વર્લ્ડકપ - 
ફિફા વર્લ્ડકપ 2022નું આયોજન હંમેશા મે, જૂન કે પછી જુલાઇમાં કરવામા આવે છે, પરંતુ આ વખતે પહેલીવાર આનુ આયોજન ઠંડીની સિઝનમાં શિયાળાની ઋતુમાં કરવામાં આવ્યુ. આવું એટલા માટે કરવનામાં આવ્યું કેમ કે કતારમાં ગર્મી ખુબ હોય છે, અને તેનાથી ખેલાડીઓને બચાવવા માટે આ ફેંસલો લેવામાં આવે છે. આ કોઇપણ આરબ દેશમાં રમાડવામાં આવેલો પહેલો વર્લ્ડકપ છે. 


32 ટીમોના ફોર્મેટની થઇ છુટ્ટી  -
1930માં જ્યારે પહેલીવાર વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યુ હતુ, તો 13 ટીમોએ તેમાં ભાગ લીધો હતો, ધીમે ધીમે આ સંખ્યા 16 અને પછી 24 થઇ. 1998 થી 32 ટીમોને વર્લ્ડકપમાં ઉતારવામાં આવી, પરંતુ હવે આની સમાપ્તિ થઇ ગઇ છે, આગામી વર્લ્ડકપથી 48 ટીમોને મોકો આપવામા આવશે. 


મેચ પુરી થયા બાદ સમાપ્ત કરવામાં આવ્યુ સ્ટેડિયમ - 
હાલમાં વર્લ્ડકપમાં એક એવુ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યુ હતુ, જેને ઉપયોગ કર્યા બાદ એકદમ નષ્ટ કરી દેવામા આવ્યુ. 974 નામના સ્ટેડિયમને શિપિંગ કન્ટેન્ટરની મદદથી બનાવવામાં આવ્યુ હતુ, અને આમાં મેચ રમાયા બાદ પુરેપુરી રીતે નષ્ટ કરી દેવામાં આવ્યુ હતુ.


 


ફિફા વર્લ્ડકપ 2022 ફાઇનલ મેચનો રોમાંચ  - 
ફાઇનલ મેચના પહેલા હાફમાં આર્જેન્ટિનાનું પલડુ ભારે જોવા મળ્યુ, આર્જેન્ટિનાએ કમાલની રમત બતાવી. તેને પહેલા હાફમાં જ બે ફટકારી દીધા. ટીમ માટે પહેલો ગૉલ કેપ્ટન અને મહાન ફૂટબૉલર લિયૉનેન મેસ્સીએ 23મી મિનીટમાં કર્યો, વળી, ડી. મારિયાએ 36મી મિનીટમાં ગૉલ કરીને ટીમને 2-0થી લીડ અપાવી દીધી હતી.  


બીજા હાફમાં ફ્રાન્સના સ્ટાર પ્લેૉયર કાઇલિન એમબાપ્પેની દમદાર રમત જોવા મળી. તેને 80મી અને 81મી મિનીટ એટલે કે 90 સેકન્ડથી ઓછા અંતરમાં બે ગૉલ કરી દીધા અને મેચમાં 2-2થી બરાબરી કરી લીધી. 


વળી, 90+7 ની બાદ પણ જ્યારે સ્કૉર 2-2ની બરાબરી પર હતો, તો બન્ને ટીમોને 15-15 મિનીટનો એક્સ્ટ્રા ટાઇમ આપવામાં આવ્યો, એક્સ્ટ્રા ટાઇમની 108મી મિનીટમાં લિયૉનેન મેસ્સી અને 118મી મિનીટમાં કાઇલિન એમબાપ્પેએ ગૉલ કરી દીધો. આ ગૉલની સાથે જ એક્સ્ટ્રા ટાઇમ પછી પણ મેચ 3-3ની બરાબરી પર રહી હતી, આ પછી પેનલ્ટી શૂટઆઉટ કરવામાં આવ્યુ. 


પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મારી બાજી  - 


ફ્રાન્સની ટીમે પહેલો ગૉલ કર્યો. 


આર્જેન્ટિનાએ પણ પહેલો ગૉલ ફટકાર્યો. 


બીજા મોકા પર ફ્રાન્સ ગૉલ કરવાથી ચૂક્યુ.


આર્જેન્ટિનાએ બીજી મોકા પર પણ ગૉલ કર્યો.


ફ્રાન્સ ત્રીજા મોકા પર પણ ગૉલ ના કરી શક્યુ. 


આર્જેન્ટિનાએ ત્રીજા ગૉલ કર્યો. 


ફ્રાન્સે ચોથો ગૉલ કર્યો. 


આર્જેન્ટિનાએ સતત ચોથો ગૉલ કરીને ફિફા વર્લ્ડકપ 2022 પોતાના નામે કરી લીધો.