Lionel Messi Wife Antonela Roccuzzo: આર્જેન્ટિનાએ 18 ડિસેમ્બરે ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચમાં ફ્રાન્સને માત આપીને 36 વર્ષ બાદ ચેમ્પીયનનો ખિતાબ હાંસલ કર્યો છે. ખિતાબી મેચમાં રોમાંચક મૉડ જોવા મળ્યા અને અંતે પેનલ્ટી શૂટઆઉટમાં ફાઇનલ મેચનુ પરિણામ આવ્યુ હતુ. 


આર્જેન્ટિના અને ફ્રાન્સ એક્સ્ટ્રા ટાઇમ પર 3-3ની બરાબરી પર રહી, બાદમાં પેનલ્ટી શૂટઆઉટ આપવામાં આવ્યુ હતુ, જેમાં મેસીની ટીમ આર્જેન્ટિના ફ્રાન્સ પર ભારે પડી હતી, પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-2થી માત આપી દીધી હતી. આ જીત બાદ મેસ્સીની વાઇફ એન્ટોનેલા રોકુજો ખુબ ચર્ચામાં આવી ગઇ છે. જાણો મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુજો વિશે........ 


શું કરે છે એન્ટોનેલા રોકુજો -
મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુજો એક પ્રૉફેશનલ મૉડલ છે, જ્યારે તે પાંચ વર્ષની હતી તે સમયથી મેસ્સીને ઓળખે છે. વર્ષ 2000માં બન્નેની વચ્ચે નજીદીકીયાં વધી અને બાદમાં બન્નેએ બાર્સિલોનામાં ખુબ સમય વિતાવ્યો, આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. 


ખાસ વાત છે કે એન્ટોનેલા રોકુજો સાથે મેસ્સી લગ્ન કરે તે પહેલા જ તે બે બાળકોનો પિતા બની ગયો હતો, મેસ્સીના લગ્ન 30 જૂન 2017એ થયા, તેના મોટા દીકરા થિયાગોનો જન્મ 2 નવેમ્બર, 2012 માં થયો, જ્યારે બીજો દીકરો મેટિયોનો જન્મ 11 સપ્ટેમ્બર, 2015 માં થયો હતો. જ્યારે ત્રીજા દીકરા સિરોનો જન્મ વર્ષ 2018 માં થયો હતો. 






સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે એન્ટોનેલા રોકુજો - 
એન્ટોનેલા રોકુજોનુ ઇન્સ્ટાગ્રામ સિઝલિંગ તસવીરોથી ભરેલું છે, તે હંમેશા બિકીનીમાં દેખાય છે, 34 વર્ષીય એન્ટોનેલા રોકુજો પતિ મેસ્સીની સાથે પણ બિકીનવીમાં જ ફોટોશૂટ કરાવે છે, તેની ફિટનેસનો કોઇ જવાબ નથી. તે હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને ફેન્સને અપડેટ આપતી રહે છે. એન્ટોનેલા રોકુજોના ઇન્સ્ટાગ્રામ પર 25.3 મિલિયન ફોલોઅર્સ છે, આનાથી અંદાજ લગાવી શકાય છે કે, તે સોશ્યલ મીડિયા પર કેટલી ફેમસ સેલેબ્સ બની ચૂકી છે.