✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરની હોટ પત્નીને આવી રહી છે પંતની યાદ, કહ્યું- જો તે અહીંયા હોત તો........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2019 02:04 PM (IST)
1

આ પહેલા રોહિત શર્માએ તેની દીકરી માટે રિષભ પંત બેબીસિટરની ભૂમિકા નિભાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. રિષભ પંતે ગુડ મોર્નિંગ લખેલું ટ્વિટ કર્યું હતું. જેને રિટ્વિટ કરી રોહિતે લખ્યું કે, રિષભ સાંભળ્યું છે કે તું એક સારો બેબીસિટર છે. હું પણ તેને શોધી રહ્યો છું. જો તું બનીશ તો રીતિકા ખુશ થશે.

2

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની તબોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર કેપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકિપર રિષભ પંત વચ્ચે શાબ્દીક વાકયુદ્ધ થયું હતું. જેમાં પેને પંતને બેબીસિટર કહ્યો હતો. આ મેચમાં રિષભ પંત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વન ડે ટીમમાં ધોનીને સામેલ કરવા અંગેનો ઉલ્લેખ કરીને પેને કહ્યું હતું કે, એમએસ વન ડે ટીમમાં પરત ફર્યો છે. આ બાળકને હરિકેંસ મોકલી દેવો જોઈએ. તેને હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા ગાળવાનો મોકો પણ મળશે. શું બાળકોને સંભાળી શકીશ. જ્યારે હું મારી પત્નીને ફિલ્મ જોવા લઇ જાવ ત્યારે તું મારા બાળકોની સંભાળ રાખજે.

3

જે બાદ પંતે મેદાનની બહાર ટિમ પેનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને પેનના બાળકો પાસે પહોંચી ગયો હતો અને પેનના બાળકને તેડીને તસવીર ખેંચાવી હતી. જે બાદ ટિમ પેનની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું કે, બેસ્ટ બેબીસિટર.

4

ટિમ પેનની પત્ની બોની પેનને રિષભ પંતની ખૂબ યાદ આવી રહી છે અને બાળકોને સંભાળવા માટે પંતને બોલાવવા માંગે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, મારા બાળકોને બેબીસિટરની જરૂર છે. રિષભ પંત અહીંયા હોત તો બેબીસીટિંગ માટે આવત. રિષભ પંતનો વન ડે શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી તે ઓસ્ટ્રેલિયામાં નથી.

5

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય વિકેટકિપર રિષભ પંતની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. પંતે ટિમ પેનની પત્ની અને તેના બાળકો સાથે ફોટો પડાવ્યો હતો. તસવીરમાં પંત પેનના બાળકોનો બેબીસિટર બન્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરની હોટ પત્નીને આવી રહી છે પંતની યાદ, કહ્યું- જો તે અહીંયા હોત તો........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.