હસીન જહાંએ ફરી પોસ્ટ કરી WhatsApp તસવીરો, આ વખતે શમીની ‘નવી યુવતી’ સાથે ચેટિંગ
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંની વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. હસીન જહાંએ મોહમ્મદ શમી પર મારપીટ, દુષ્કર્મ, હત્યાનો પ્રયત્ન, ઘરેલૂ હિંસા અને મેચ ફિક્સિંગ જેવા અનેક ગંભીર આરોપ લગાવ્યા છે અને તેની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. શમી ઘણાં સમય સુધી ચૂપ રહ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા તો શમીએ આરોપોને સતત ફગાવ્યા હતા અને કહ્યું હતું કે પોતાની સંતાનને ખાતર તે સમાધાન કરવા માગે છે. પરંતુ હસીન જહાં સમાધાનના મૂડમાં જોવા ન મળી. એવામાં મોહમ્મદ શમીએ પણ હસીન જહાં પર આરોપ લગાવવાનું શરૂ કર્યું અને બન્ને વચ્ચે વિદાદ વધતો ગયો.
આ મામલે હવે શમીની પત્ની હસીન જહાંએ વધુ એક ખુલાસો કર્યો છે. હસીન જહાંએ શમીના નવા વ્હોટ્સએપ ચેટ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જારી કર્યા છે. આ ચેટ્સમાં શમીની આકાંક્ષા નામની યુવતી સાથેની વાતચીત બતાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પહેલા પણ આ જ એકાઉન્ટ પરથી તસવીર જારી કરવામાં આવી હતી. જોકે પહેલા જારી કરવામાં આવેલ તસવીરમાં હવે આ એકાઉન્ટમાં જોવા નથી મળતી અને તેને જારી કર્યા બાદ તરત જ હટાવી લેવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં કરેલી 20 તારીખની પોસ્ટમાં તસવીર પણ જોવા મળી રહી છે.
આ પહેલા હસીન જહાંએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું, જાન્યુઆરીથી અલિશ્બા અને મોહમ્મદ શમીની વચ્ચે સંબંધ હતા. શમીએ માત્ર અલિશ્બા જ નહીં, પોતાની સેલિબ્રિટી ઈમેજનો લાભ લઈને અનેક યુવતીઓનું જીવન બરબાદ કર્યું છે. હસીન જહાંએ કહ્યું હતું, મોહમ્મદ શીને તેના ખોટા કામો માટે રસ્તા વચ્ચે મારવો જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -