IPLના ઉદઘાટન સમારોહમાં 8માંથી 6 કેપ્ટન નહીં રહે હાજર, જાણો શું છે કારણ?
એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, તમામ કેપ્ટન્સ ભેગા મળીને તારીખ ૬ એપ્રિલના રોજ ખાસ વિડિયો શૂટિંગમાં ભાગ લેશે અને ત્યાર બાદ પોતપોતાની મેચોના સ્થળે જવા રવાના થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધી IPL ઉદ્ઘાટન સમારંભમાં તમામ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન્સની હાજરી જોવા મળતી, કારણ કે ઉદ્ઘાટન આઇપીએલની મેચો શરૂ થાય તેના એક દિવસ અગાઉ યોજાતું. જોકે આ વખતે તો ૭ એપ્રિલે યોજાનારી પ્રથમ મેચ અગાઉ જ ઉદ્ઘાટન યોજાવાનું હોવાથી મુંબઈના રોહિત શર્મા અને ચેન્નાઈના કેપ્ટન ધોની સિવાય અન્ય ફ્રેન્ચાઈઝીના કેપ્ટન્સ તેમાં હાજર રહી શકશે નહિ.
IPL-૧૧ની સિઝનના ઉદ્ઘાટન કાર્યક્રમમા 6 કેપ્ટન્સની હાજરી જોવા નહીં મળે. અત્યાર સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલના ઉદ્ઘાટન પાછળ મન મુકીને ખર્ચ કરી શકતું હતુ, જેના કારણે બોલીવૂડના સુપરસ્ટાર્સની હાજરી તેમજ ગ્લેમરનો ટચ ઉદ્ઘાટનમાં જોવા મળતો, તેની સાથે સાથે તમામ ટીમોના કેપ્ટન્સ પણ ઉદ્ઘાટનમાં હાજરી આપતાં.
નવી દિલ્હીઃ 7 એપ્રિલ 2018ના દિવસથી ઇન્ડિયન પ્રીમિયમ લીગ - આઇપીએલ 2018ની ધમાકેદાર શરૂઆત થશે, ક્રિકેટ પ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, IPL-૧૧ના ઉદ્ધાટન સમારોહમાં 6 ફ્રેન્ચાઇઝીના કેપ્ટન હાજર નથી રહેવાના.
આઇપીએલના આ વખતના ઉદ્ઘાટન સમારંભમાં તમામ ટીમોના કેપ્ટન નહિ હોય તેની પાછળ તેમનો વ્યસ્ત કાર્યક્રમ જવાબદાર છે. આઇપીએલની પ્રથમ મેચ અને ઉદ્ઘાટન એક જ દિવસ છે, જે પછી એટલે તે તારીખ ૮ એપ્રિલે સાંજે પાંચથી પંજાબમાં યજમાન ટીમ અશ્વિનની કેપ્ટન્સીમાં ગૌતમ ગંભીરની દિલ્હીની ટીમ સામે રમવા ઉતરશે. જ્યારે રાત્રે ૮ વાગ્યાથી દિનેશ કાર્તિકની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો મુકાબલો કોહલીની બેંગ્લોરની ટીમ સામે થશે.
જોકે, હવે સુપ્રીમ કોર્ટે બોર્ડના વહિવટ માટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે (સીઓએ) ક્રિકેટિંગ બોડી ગ્લેમરની ઝાકમઝોળની પાછળ કરોડોનું આંધણ કરે તેની સામે નારાજગી દર્શાવી હતી અને તેમણે ઉદ્ઘાટન સમારંભ માટેના રૃપિયા ૫૦ કરોડના બજેટને ઘટાડીને ૨૦ કરોડનું કરી દીધું હતુ.
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ વખતે અગાઉના જેવી ઝાકઝમાળ જોવા નહિ મળે તેવી અટકળો ક્રિકેટ જગતમાં ચાલી રહી છે. અત્યાર સુધી તો આઇપીએલના ઉદ્ઘાટન પાછળનો ખર્ચ ક્યારેય ભારતીય ક્રિકેટ ચાહકો જાણી શક્યા નથી. જોકે સુપ્રીમ કોર્ટની સમિતિ બોર્ડનો વહિવટ સંભાળી રહી હોવાથી પહેલી વખત ભારતીય ક્રિકેટ ચાહકોને ખબર પડી હતી કે, આઇપીએલના ઉદ્ઘાટન પાછળ અત્યાર સુધી અધધ ખર્ચ થતો હતો.
જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે હવે તેનું જુનુ સ્ટેન્ડ છોડીને ડીઆરએસ તરીકે ઓળખાતી ડિસિઝન રિવ્યુ સિસ્ટમને અપનાવી લીધી છે. પ્રત્યેક ટીમને ઈનિંગમાં એક વખત અમ્પાયરના નિર્ણયને ચેલેન્જ કરવાની તક મળશે. નોધપાત્ર છે કે, પાકિસ્તાન સુપર લીગ બાદ આઇપીએલ દુનિયાની બીજી એવી ટી-૨૦ લીગ બની છે કે જેણે આ રિવ્યુ સિસ્ટમને અપનાવી હોય.
આઇપીએલમા પહેલી વખત ડિસિઝન રિવ્યુ સિસ્ટમ અમલી બનશે. અત્યાર સુધી ભારતના દિગ્ગજ ક્રિકેટરોએ અને બીસીસીઆઇએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કોઈ સિસ્ટમ ૧૦૦ ટકા ફુલ પ્રુફ ન હોય ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી કોમેન્ટ પણ કરવામાં આવી હતી.
એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, બોર્ડે તો આઇપીએલના ઉદ્ઘાટન માટે રૃપિયા ૫૦ કરોડનુંબજેટ ફાળવ્યું હતુ. જોકે સીઓએ એ આ બજેટમાં કાપ મૂક્યો છે અને તેને ૨૦ કરોડ રૃપિયાનું કરી નાંખ્યું છે. આમ પણ ૨૦ કરોડ રૃપિયા એ નાનીસૂની રકમ નથી. જોકે હવે જોઈએ કે આ વખતનો સમારંભ કેવો રહે છે.
હવે જો આ ચારેય ટીમોના કેપ્ટન ઉદ્ઘાટનમાં આવે તો તેઓ તેમની મેચ અગાઉ ટીમની સાથે સમયસર જોડાઈ શકે તેમ નથી. વધુમાં મેચ અગાઉ સતત પ્રવાસ ખેડવો તેમના માટે હિતાવહ પણ નથી, જેના કારણે અન્ય છ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન્સ ઉદ્ઘાટનમાં જોવા નહિ મળે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -