કરાચી: પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે નેશનલ સ્ટેડિયમ કરાચી ખાતેની પ્રથમ વનડે વરસાદના લીધે રદ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ કોઈ વનડે મેચ રમાઈ રહી હતી પરંતુ વરસાદના કારણે રદ થઈ ગઈ છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ચાહકોને ઘરઆંગણે ક્રિકેટ નિહાળવા માટે વધુ રાહ જોવી પડશે. સીરિઝની બીજી વનડે આ ગ્રાઉન્ડ ઉપર જ સોમવારે રમાશે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝ રમાવાની છે. આ સીરિઝની તમામ મેચો આ જ મેદાન પર રમાવાની છે. 2009માં શ્રીલંકાની ટીમ પર આંતકવાદી હુમલો થયા પછી પ્રથમ વાર કોઈ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી છે.
ઇંગ્લેન્ડની મહિલા વિકેટકીપર સારા ટેલરની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ
સચિન તેંડુલકર ખતરનાક બોલરોનો સામનો કરવા આ રીતે કરતો પ્રેક્ટિસ, વીડિયો કર્યો શેર