શ્રીલંકાની ટીમ બસ પર 2009માં થયેલા આતંકી હુમલા બાદ સંયુક્ત અરબ અમીરાત પાકિસ્તાનનું હોમ ગ્રાઉન્ડ બની ગયું છે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ પહેલા સપ્ટેમ્બરમાં આયોજીત કરવામાં આવશે. પાકિસ્તાનના સાથે રાજનીતિક તણાવના કારણે ગત એશિયા કપની યજમાની સંયુક્ત આરબ અમીરાતમાં કરવામાં આવી હતી.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં રમવાનો નિર્ણય સરકાર લેશે. બોર્ડ કેન્દ્રના નિર્ણયનું અનુકરણ કરશે. તેઓને કહ્યું કે અમારું માનવું છે કે ગત વખતની જેમ યૂએઈમાં આયોજન કરવામાં આવ્યું હતું તેવી રીતે પાકિસ્તાને પણ તટસ્થ સ્થળે તેનું આયોજન કરવું જોઈએ.