હૈદરાબાદ: ભારતીય ટેનિસ સુપર સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે નિકાહ કર્યાં હતાં જેમાં બન્નેના પરિવારજનો અને નજીકના લોકોએ હાજરી આપી હતી. અનમ અને અસનના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

અનમ મિર્ઝા અને અસના હૈદરાબાદમાં ગ્રાન્ડ વેડિંગ યોજાયા હતાં. બન્નેના લગ્નમાં મિત્રો અને પરિવારજનોએ ખૂબ જ મસ્તી કરી હતી. અનમ અને અસદે લગ્નની તસવીરો પોત પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરી હતી.


દુલ્હનના ડ્રેસમાં અનમ ખૂબ જ બ્યુટીફૂલ લાગતી હતી અને તેણે પોતાના નિકાહમાં પિંક કલરના ટ્રેડિશનલ આઉટફિટ સાથે પર્પલ કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો. અનમે લગ્નની ડ્રેસ સાથે હેવી નેકલેસ પણ પહેર્યો હતો. જ્યારે અસદ પોતાના લગ્નમાં ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. અનમ અને અસદ બંને લગ્નની જોડામાં એક બીજાને કોમ્પલિમેન્ટ કરી રહ્યા હતા. નિકાહ દરમિયાન અનમ અને અસદ બંને ખુબ ખુશ જોવા મળ્યાં હતાં.


મહત્વની વાત છે કે, પાકિસ્તાની ક્રિકેટર અને સાનિયાનો પતિ શોએબ મલિક સાળી અનમ મિર્ઝાના લગ્નમાં હાજરી આપી શક્યો ન હતો. જેની સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેનો અંત આવી ગયો છે. મીડિયાના સુત્રો પ્રમાણે, પાકિસ્તાનની ઓલરાઉન્ડર શોએબ મલિક હાલ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ રમવામાં વ્યસ્ત છે. એટલે તે સાળી અનમના લગ્નમાં હાજરી આપી શક્યો નહતો.