પાકિસ્તાને મનાવ્યો ઘરઆંગણે ‘ક્રિકેટ વાપસી’નો જશ્ન, મેળવી T20 ક્રિકેટની બીજા નંબરની સૌથી મોટી જીત, જાણો વિગત
ટી-20 ફોર્મેટમાં સૌથી ઓછા રનનો રેકોર્ડ નેધરલેન્ડના નામે છે. 2014માં તેણે શ્રીલંકા સામે આ શરમનજક રેકોર્ડ બનાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વેસ્ટઇન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા.
રવિવારે વેસ્ટ ઇન્ડિઝે પાકિસ્તાન સામે નોંધાવેલો 60 રનનો સ્કોર ટી-20 ક્રિકેટનો પાંચમાં નંબરનો સૌથી ઓછા રનનો રેકોર્ડ છે.
જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની સમગ્ર ટીમ 60 રનમાં ઓલઆઉટ થઈ જતાં પાકિસ્તાનનો 143 રનથી વિજય થયો હતો. કેરેબિયન ટીમના 4 ખેલાડીઓ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. માર્લોન સેમ્યુલ્સે સૌથી વધારે 18 રનનું યોગદાન આપ્યું હતું.
ટી-20 ફોર્મેટમાં સૌથી વધારે રનના અંતરથી જીતનારી પ્રથમ ટીમ શ્રીલંકા છે. 2007ના ટી-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમે કેન્યાને 172 રનથી હરાવ્યું હતું. આ મેચમાં શ્રીલંકાએ 260 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કેન્યાની ટીમ માત્ર 80 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
કરાંચીઃ પાકિસ્તાન અને વેસ્ટઈન્ડીઝ ક્રિકેટની ટીમ વચ્ચે 1 એપ્રિલના રોજ રમાયેલી ટી-20 મેચમાં નવો ઇતિહાસ બન્યો છે. ટી-20 ફોર્મેટમાં કોઈ ટીમની સૌથી મોટા અંતરની બીજા નંબરની જીત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -