ખેલાડીઓની મુશ્કેલી વધશે, હવે IPLમાં આપવી પડશે યો-યો ટેસ્ટ!
આ ટેસ્ટમાં પ્લેયર્સને પ્રારંભે ધીરે-ધીરે જોગિંગ કરવામાં આવે છે. આ પછી પ્લેયર્સને ઝડપથી સ્પ્રિન્ટ લગાવવા સૂચના અપાય છે. આ સ્પ્રિન્ટ પૂરી કરીને પ્લેયર્સ પરત ફરતા હોય ત્યારે ૨૦-૨૦ મીટરના અંતરે બે-બેની હરોળમાં કોન રાખવામાં આવે છે. પ્રત્યેક દોડનો સમય ત્રણ વખત બીપને આધારે નક્કી થાય છે. પ્રત્યેક બીપ દોડ શરૃ કરવા, ટર્ન લેવા અને દોડ પૂરી કરવાના સંકેત છે. કેટલી ઝડપથી રેસ પૂરી કરી તેના આધારે સ્કોર નક્કી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાય છે કે, મુંબઈ જ નહીં, વિરાટની કેપ્ટનસી હેઠળ રમનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ ઉપરાંત કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સે પણ પોતાના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત કરી છે. જ્યારે સરનાઈઝર્સ હૈદ્રાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી ડેયરડેવિલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ખેલાડીઓ માટે પરંપરાત ફિટનેસ ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે. આગળ વાંચો શું છે યો-યો ટેસ્ટ....
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર મુંબઈ ઇન્ડિયન્સે યો-યો ટેસ્ટને લાગુ પણ કરી દીધી છે. મુંબઈ ઇન્ડિયન્સે થોડા દિવસ પહેલા જ મુંબઈથી બહાર કેલાડીઓની ફિટનેસની તપાસ કરી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલ ટીમો પણ ફિટનેસને લઈને ગંભીર દેખાઈ રહી છે. હવે ફ્રેન્ચાઈઝી કોઈપણ કિંમત પર પોતાના ખેલાડીઓની ફિટનેસ સાથે સમજૂતી કરવાના મૂડમાં નથી. આઈપીએલમાં પણ ટીમ ઇન્ડિયાની જેમ જ યો-યો ટેસ્ટ લેવામાં આવશે વિતેલા વર્ષે બીસીસીઆઈએ ખેલાડીઓની ફિટનસે જાણવા માટે વિશેષ ટેસ્ટને ફરજિયાત કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -