પાકિસ્તાનના ખેલાડીને હેલમેટ પર બોલ વાગ્યા બાદ માથામાં થયો દુઃખાવો, જાણો વિગત
દુબઈઃ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી અને અંતિમ ટેસ્ટ 373 રનથી હાર આપી શ્રેણી 1-0 જીતી લીધી છે. પાકિસ્તાને તેની બીજી ઈનિંગ 400 રન પર ડિકલેર કરી હતી. પાકિસ્તાન તરફથી બીજી ઈનિંગમાં પણ મોહમ્મદ અબ્બાસે 5 વિકેટ ઝડપી મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરફરાઝની ગેરહાજરીમાં મોહમ્મદ રિઝવાને વિકેટકિપિંગની જવાબદારી સંભાળી હતી.
ગુરુવારે બેટિંગ કરતી વખતે પીટર સીડલનો એક બોલ સરફરાઝની હેલમેટ પર ટકારાયો હતો. આ સમયે તે 32 રન પર હતો. જોકે એ પછી પણ સરફરાઝે બેટિંગ ચાલુ રાખી હતી અને 81 રનની ઈનિંગ રમી હતી.
શુક્રવારે સવારે મેચની શરુઆતમાં જ સરફરાઝે માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી.એ પછી તેને ગ્રાઉન્ડની બહાર લઈ જવાયો હતો અને બાદમાં હોસ્પિટલમાં ચેક અપ માટે મોકલાયો હતો. સરફરાઝની ઈજા કેવા પ્રકારની છે અને કેટલા સમય મેદાનથી દૂર રહેવું પડી શકે છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
પાકિસ્તાનની બેટિંગ દરમિયાન કેપ્ટન કેપ્ટન સરફરાઝ અહેમદને બેટિંગ કરતી વખતે હેલમેટ પર બોલ વાગ્યો હતો.એ બાદ સરફરાઝે માથામાં દુખાવાની ફરિયાદ કરતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -