રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે એશિયા કપનું આયોજન યૂએઈમાં કરી શકે છે. જો કે આ વાતની સત્તાવાર પુષ્ટી નથી થઈ પરંતુ અહેવાલ અનુસાર સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન કરવામાં આવશે.
ICC Test Rankings:કોહલીએ જાળવી રાખ્યો નંબર વનનો તાજ, ટોપ 10માં ત્રણ ભારતીય
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને કહ્યું હતું કે જો ભારતીય ટીમ આ વર્ષે સપ્ટેમ્બરમાં થનારા એશિયા કપ ટી-20 માટે પાકિસ્તાન પ્રવાસે નહીં આવે તો, પાકિસ્તાન પણ 2021 વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત નહીં મોકલે. તેના બાદ ભારતે સ્પષ્ટા કરી દીધી હતી કે પાકિસ્તાન દ્વારા એશિયા કપની યજમાની કરવામાં કોઈ વાંધો નથી પરંતુ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. ઉલ્લેખનીય છે કે ભારત 7 વખત એશિયા કપનો ખિતાબ જીતી ચુક્યું છે.