નવી દિલ્હીઃ હાલ દેશની સીમાઓ પર તનાતની વધી છે. ભારત અને પાકિસ્તાન એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. બન્ને દેશની સેનાની હલચલો તેજ થઇ ગઇ છે. બન્ને પાડોશી દેશો વચ્ચેના તનાવને જોતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ક્રિકેટર વસીમ અકરમે એક ખાસ ટ્વીટ કરીને ભારતને સંદેશ પાઠવ્યો છે.

[gallery ids="378136"]

આ ટ્વીટમાં વસીમ અકરમે ભારતને કહ્યું કે, લખ્યુ છે- 'હું ભારે હ્રદયે તમને આ કહી રહ્યો છું કે ભારત, પાકિસ્તાન તમારુ દુશ્મન નથી. તમારો દુશ્મન, અમારો દુશ્મન છે. કેટલું લોહી વહાવ્યા બાદ આપણે એ વાત સમજીશુ કે આપણે બન્ને એક જ લડાઇ લડી રહ્યાં છીએ. જો આપણે આતંકવાદને હરાવવું હશે તો ગલે મળવું પડશે.'


નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાએ 26 તારીખે વહેલી સવારે એલઓસીમાં ઘૂસીને જૈશના 350થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બાદમાં બોખલાયેલી પાકિસ્તાને વળતો એટેક કર્યો હતો. હાલમાં પાકિસ્તાનનો દાવો છે કે એક ભારતીય પાયલટ અમારી પાસે છે.