નવી દિલ્હીઃ પાકિસ્તાની આતંકી મસૂદ અઝહર અને તેના સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધની લાંબા સમયથી માંગ કરી રહેલા ભારતને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનનો સાથ મળ્યો છે. આ ત્રણેય શક્તિશાળી દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશના આતંકી મસૂદ અઝહર પર પ્રતિબંધનો નવો પ્રસ્તાવ આપ્યો છે. મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાનો તથા તેના ટ્રાવેલિંગ પર પણ બેન મૂકવાની માંગ થઈ છે. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.


આ દરમિયાન સ્વિત્ઝરલેન્ડમાં માનવાધિકાર પરિષદની બેઠકમાં ભારત સરકારે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે બેઠકમાં કહ્યું કે, આતંકવાદ મૂળભૂત માનવાધિકારોનું સૌથી ઘાતક ઉલ્લંઘન છે. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન 2004માં કરવામાં આવેલો તેનો વાયદો નિભાવશે. જેમાં તેણે કહ્યું કે, અમે અમારી જમીનનો ઉપયોગ આતંકવાદ માટે નહીં થવા દઈએ. હવે તેમણે આ ધ્યાનમાં રાખીને આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવી જોઈએ.


14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના હુમલામાં સીઆરપીએપના 40 જવાન શહીદ થયા હતા. જે બાદ ભારત તેની સામે કાર્યવાહીનું માંગ કરી રહ્યું હતું. હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદે હુમલાની નિંદા કરી હતી. સુરક્ષા પરિષદમાં ચીન પણ સભ્ય દેશ છે, જે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસમાં અડચણો ઉભી કરી રહ્યું છે.

PM મોદીએ સેનાને ખુલ્લીને કાર્યવાહી કરવાની આપી દીધી છૂટ, જુઓ વીડિયો



પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ, જુઓ વીડિયો