નવી દિલ્હી: કોરોના વાયરસ સંકટના કારણે ક્રિકેટ ટૂર્નામેન્ટ રદ કરવાનો સિલસિલો યથાવત છે. કોરોનાના કારણે 13 માર્ચ બાદ ક્રિકેટ ટૂર્નામેન્ટનું કોઈ આયોજન નથી થઈ રહ્યું. હવે આયરલેન્ડે પાકિસ્તાન સાથે જુલાઈમાં યોજનારી બે મેચોની ટ્વેન્ટી-ટ્વેન્ટી સીરીઝને રદ કરી દીધી છે. આયર્લેન્ડ સરકારનું કહેવું છે કે, ઓગસ્ટમાં તે આ સીરીઝનું આયોજન કરાવી શકે છે. પરંતુ ઓગસ્ટમાં પાકિસ્તાનની ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ રમાવાની છે.
પાકિસ્તા અને આયર્લેન્ડ વચ્ચે ટી-20 મેચ ડબલિનમાં 12 અને 14 જુલાઈના રોજ રમાવાની હતી. પીસીબીના મુખ્ય કાર્યકારી વસીમ ખાને કહ્યું કે, ‘આ દુખની વાત છે કે, કોવિડ-19ના કારણે અમને આયર્લેન્ડનો પ્રવાસ સ્થગિત કરવો પડી રહ્યો છે. અમને આશા છે કે જલ્દીજ મેદાન પર વાપસી કરીશું. અમે ક્રિકેટ આયર્લેન્ડના નિર્ણયનું સન્માન કરીએ છે.
ક્રિકેટ આયર્લેન્ડના મુખ્ય કાર્યકારી વારેન ડેયુટરોમે કહ્યું કે, “આયર્લેન્ડની સરકારે એક મેના રોજ જે પ્રતિબંધ હટાવવાની પ્રક્રિયાની જાહેરાત કરી છે તેના કારણે અમે પાકિસ્તાન સાથે યોજનારી બે ટી-20 આંતરરાષ્ટ્રયી મેચોનું યજમાની કરી શકીએ નહીં.”
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ઝટકો, આયર્લેન્ડે ટ્વેન્ટી-ટ્વેન્ટી ટૂર્નામેન્ટ કરી રદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2020 05:09 PM (IST)
કોરોનાના કારણે 13 માર્ચ બાદ ક્રિકેટ ટૂર્નામેન્ટનું કોઈ આયોજન નથી થઈ રહ્યું. પાકિસ્તા અને આયર્લેન્ડ વચ્ચે ટી-20 મેચ ડબલિનમાં 12 અને 14 જુલાઈના રોજ રમાવાની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -