લાહોરઃ પાકિસ્તાને આગામી 2019 ક્રિકેટ વનડે વર્લ્ડકપની ટીમ માટે ત્રણ ખેલાડીઓ પર તલવાર લટકાવી દીધી છે. ઇન્ઝમામ ઉલ હકની નેતૃત્વવાળી એક સિલેક્શન કમિટીએ ત્રણ ખેલાડીઓને વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.
ખરેખરમાં, વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ટીમ તરફથી 23 ખેલાડીઓ માટેનો એક નિર્ણાયક ફિટનેસ ટેસ્ટ યોજવામાં આવ્યો હતો, જેમાંથી વહાબ રિયાઝ, ઉમર અકમલ અને અહમદ શહજાદને દુર રખાયા હતા. હવે આ ત્રણેયને વર્લ્ડકપની 15 સભ્યોની ટીમમાં જગ્યા નહીં મળી શકે.
બે દિવસીય ફિટનેસ ટેસ્ટનુ આયોજન લાહોર નેશનલ ક્રિકેટ એકેડમીમાં કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ વર્લ્ડકપ માટેની ટીમનુ સિલેક્શન કરવામા આવનારા છે. સિલેક્શન કમિટીએ કૉચ મિકી આર્થર સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
વર્લ્ડકપ 2019માં 31મે પાકિસ્તાન પોતાની શરૂઆત વેસ્ટઇન્ડિઝ સામે રમીને કરવાનું છે.
ફિટનેસ ટેસ્ટ માટે આમંત્રિત 23 ખેલાડીઓના નામ આ પ્રકારે છે....
સરફરાજ અહેમદ, આબિદ અલી, આસિફ અલી, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર જમાન, હૈરિસ સોહેસ, હસન અલી, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, જુનૈદ ખાન, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ આમિર, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, શાન મસૂદ, શોએબ મલિક, ઉસ્માન ખાન શિનવારી અને યાસિર શાહ.
પાકિસ્તાને પોતાની વર્લ્ડકપ 2019ની ટીમમાં આ ત્રણ ધૂંરધર ખેલાડીઓને હાંકી કાઢ્યા, કારણ છે ખાસ
abpasmita.in
Updated at:
05 Apr 2019 10:14 AM (IST)
બે દિવસીય ફિટનેસ ટેસ્ટનુ આયોજન લાહોર નેશનલ ક્રિકેટ એકેડમીમાં કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ વર્લ્ડકપ માટેની ટીમનુ સિલેક્શન કરવામા આવનારા છે. સિલેક્શન કમિટીએ કૉચ મિકી આર્થર સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લીધો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -