Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સદી ફટકાર્યા બાદ એન્કરની આ વાત પર ભડક્યો પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું- ‘મર્યાદામાં રહો’, જાણો વિગત
જૈનબ અબ્બાસે કરેલા ટ્વિટ અને બાબર આઝમે તેના આપેલા જવાબનો સ્ક્રીનશોટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાબર 54 વન ડેમાં 51.52ની સરેરાશથી 2674 રન બનાવી ચુક્યો છે. જેમાં 9અડધી સદી અને 8 સદી ફટકારી છે પરંતુ 17 ટેસ્ટ રમ્યા બાદ તે પ્રથમ સદી લગાવી શક્યો હતો. બીજી ટેસ્ટના ત્રીજા દિવસે બાબરના અણનમ 127 રનની મદદથી પાકિસ્તાને 5 વિકેટ પર 418 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી હતી.
બાબર આઝમને કોચ મિકી આર્થરનો ખાસ માનવામાં આવે છે. અનેક વખત ટેસ્ટમાં સતત નિષ્ફળ ગયા બાદ પણ આર્થરે આ ખેલાડીને ટેસ્ટ ટીમમાં મોકો આપ્યો હતો. આર્થરના જણાવ્યા મુજબ આ ખેલાડીમાં ગજબની કાબેલિયત છે અને તેમાં મહાન ખેલાડી બનવાના લક્ષણ છે. પાકિસ્તાની કોચ અનેક વખત જાહેરમાં બાબરની પ્રશંસા કરી ચુક્યા છે.
દુબઈઃ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેની આ ઇનિંગની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનની એંકર અને પત્રકાર જૈનબ અબ્બાસે પણ બાબરની સદીની પ્રશંસા કરી પરંતુ બાબરને તેની પ્રશંસા પસંદ ન આવી અને ટ્વિટર પર જ તેણે પત્રકારને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી.
જૈનબે ટોણો મારતાં ટ્વિટ કર્યું કે, ‘બાબર આઝમ તમે સુંદર રમ્યા. દીકરાએ સદી મારતા મિકી આર્થર પણ જશ્ન મનાવવા લાગ્યા તે જોઈને સારું લાગ્યું. જે બાદ બાબરે ટ્વિટ કર્યુ કે જ્યારે તમે કંઈક કહો છો તે પહલા વિચારી લો. તમારી મર્યાદા ઓળંગવાની કોશિશ ન કરો.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -