નવી દિલ્હીઃ પાકિસ્તાની ટીમના ફાસ્ટ બૉલરે ગૌતમ ગંભીરને લઇને મોટો દાવો કર્યો છે, હાલમાં ટીમમાંથી બહાર રહેલા પાક બૉલર મોહમ્મદ ઇરફાને કહ્યું કે, મારા કારણે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરની વનડે અને ટી20 કેરિયર ખતમ થઇ ગઇ હતી, વર્ષ 2012માં ગંભીર મારો સામનો કરતા ડરતો હતો, બસ ત્યારબાદ તેની કેરિયરનો અંત આવવાનો શરૂ થયો હતો.

7 ફૂટ લાંબા હાઇટેડ બૉલર મોહમ્મદ ઇરફાને 2012ની સીરીઝમાં ગૌતમ ગંભીરને ચારવાર આઉટ કર્યો હતો. બાદમાં ગંભીરની કેરિયર ડીમ પડી ગઇ હતી, આ સીરીઝ બાદ ગંભીર માત્ર એક સીરીઝ ઇંગ્લેન્ડ સામે જ રમી શક્યો હતો અને પછીથી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.



મોહમ્મદ ઇરફાને એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો. તેને કહ્યું કે, હું જ્યારે 2012ની સીરીઝ રમતો હતો ત્યારે ગંભીર મારી સામે જ સહજ ન હતો લાગતો. મારા લાંબા કદના કારણે તે બૉલની સ્પીડને ન હતો ઓળખી શકતો.