પાકિસ્તાની બોલરે કાશ્મીરને ગણાવ્યું તેમનું, ભારતીય યુઝર્સે આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની બોલર વહાબ રિયાઝને ટ્રોલ કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલા તેના નવા લુકને લઇ યુઝરે ટ્રોલ કર્યો હતો. વહાબે તે સમયે તસવીર ટ્વિટ કરીને કહ્યું હતું કે તે બિલકુલ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ જોનસન જેવો લાગે છે.
પાકિસ્તાનમાં 23 માર્ચે પાકિસ્તાન દિવસ ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવાયો હતો. જેન લઇ વહાબે ટ્વિટ કર્યું હતું.
વહાબના ટ્વિટ પર તેને જડબાતોડ જવાબ આપતા રાઘવ બજાજનાના યુઝરે લખ્યું કે, તમામ પાકિસ્તાનીઓને પાકિસ્તાન દિવસની ખૂબ શુભકામના. વહાબ રિયાઝ તું ક્રિકેટને એક સારો સ્ટુડન્ટ હોઈ શકે છે પરંતુ એવું લાગે છે કે તારી ભૂગોળ સારી નથી. તું જલ્દીથી તેને સુધારી લઈશ તો સારું રહેશે. જેથી પાકિસ્તાન માટે તારી ઇચ્છાનું અકારણ મોત ન થાય. આ ઉપરાંત રાઘવે એક ફોટો પણ શેર કર્યો, જેમાં તેણે વહાબને કહ્યું કે, કાશ્મીર ભારતનો હિસ્સો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં 23 માર્ચે પાકિસ્તાન દિવસ ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવાયો હતો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ દ્વારા મુસલમાનો માટે બ્રિટિશ ભારતથી અલગ દેશ બનાવવાની માંગ લઇને 23 માર્ચ, 1940માં લાહોર પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ દિવસને પાકિસ્તાનના લોકો પાકિસ્તાન દિવસ તરીકે ઉજવે છે. આ દિવસની ઉજવણી કરતા પાકિસ્તાની બોલર વહાબ રિયાઝે ટ્વિટર હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેણે કાશ્મીરને પાકિસ્તાનનું ગણાવી દીધું.
વહાબ રિયાઝે આ તસવીર ટ્વિટ કરીને લખ્યું, પાકિસ્તાની હોવાની ભાવના અનુભવવી અકલ્પનીય છે. દરેક પાકિસ્તાન દિવસ પર આપમે આ મોકો મળે છે, આપણે કોણ છીએ અને દેશ માટે આપણે શું કામ કરવાનું છે તે આપણે જોઈ શકીએ છીએ. અલ્લાહ આપાણા પાકિસ્તાનને હંમેશા સુરક્ષિત રાખે. આમીન, લોન્ગ લિવ પાકિસ્તાન.