નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્ષ 1996માં 37 બૉલમાં ઝડપી સદી ફટકારીને ક્રિકેટ વિશ્વમાં સનસની ફેલાવી દીધી હતી. શ્રીલંકા વિરુદ્ધ મારેલા શતકને લઇને આફ્રિદીએ મોટો ખુલાસો કર્યો છે. તાજેતરમાં તેની બહાર આવેલી બુક 'ગેમ ચેન્જર'માં આ વાતનો ઉલ્લેખ છે.
પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન આફ્રિદીએ પોતાની કેરિયરનું આ સૌથી બેસ્ટ શતક મહાન ક્રિકેટર સચીન તેંદુલકરના બેટથી ફટકાર્યુ હતુ. આફ્રિદીએ એ પણ જણાવ્યુ કે સચીનું બેટ તેની પાસે કઇ રીતે પહોંચ્યુ હતું.
આફ્રિદીએ કહ્યું કે, "સચીને પોતાનું બેટ પાકિસ્તાની ક્રિકેટર વકાર યુનુસને આપ્યુ હતું તે તેના માટે આવુ જ એક બેટ પાકિસ્તાનના શહેર સિયાલકોટમાંથી બનાવી દેવડાવે. સિયાલકોટમાંથી બેટ બનાવડાવ્યા પહેલા વકાર આ બેટ મને રમવા માટે આપી દીદુ અને આ બેટથી મેં પોતાની કેરિયરની પહેલી સદી ફટકારી હતી.''
આફ્રિદીએ 1996માં બનાવેલી આ સદીને લઇને પોતાની ઉંમરનું સ્પષ્ટીકરણ કરી દીધુ છે. તેને કહ્યું કે, તે સમયે મારી ઉંમર 21 વર્ષ, 16 વર્ષ નહીં.
આફ્રિદીએ 37 બૉલમાં સદી સચીનના બેટથી ફટકારી હતી, કઇ રીતે પહોંચ્યુ સચીનનું બેટ તેની પાસે, આફ્રિદીએ કર્યો ખુલાસો
abpasmita.in
Updated at:
05 May 2019 01:50 PM (IST)
પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન આફ્રિદીએ પોતાની કેરિયરનું આ સૌથી બેસ્ટ શતક મહાન ક્રિકેટર સચીન તેંદુલકરના બેટથી ફટકાર્યુ હતુ. આફ્રિદીએ એ પણ જણાવ્યુ કે સચીનું બેટ તેની પાસે કઇ રીતે પહોંચ્યુ હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -