નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. માત્ર 27 વર્ષની વયે આમિરે ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું છે. 36 ટેસ્ટમાં 119 વિકેટ ઝડપનારા આમિરના નામે ઘણા મોટા રેકોર્ડ પણ નોંધાયેલા છે. સૌથી નાની વયે ટેસ્ટ ક્રિકેટમાં 51 વિકેટ ઝડપનારો તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર હતો. આ ઉપરાંત લોર્ડ્સ ટેસ્ટમાં એક ઈનિંગમાં પાકિસ્તાન તરફથી 6 વિકેટ લેવાનો રેકોર્ડ પણ આમિરના નામે નોંધાયેલો છે.
આમિર હવે પાકિસ્તાન માટે રમવા નથી માંગતો. તેણે બ્રિટનની નાગરિકતા માટે અરજી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમિર બ્રિટનમાં મકાન પણ ખરીદવાના છે જેથી ત્યાં સ્થાઈ થઈ શકે. આમિરે 2016માં બ્રિટિશ નાગરિક નરગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા. પાકિસ્તાનના અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ પ્રમાણે આમિરે સ્પાઉસ વિઝા(પત્નીની નાગરિકતાના આધારે મળનારા વિઝા) માટે અરજી કરી છે. શરૂઆતમાં આ 30 મહિના માટે જ મળતા હતા. ત્યારબાદ સંબંધિત વ્યક્તિ જો નક્કી કરેલા માપદંડોને પુરા કરે તો તેને કાયમી નાગરિકતા અને બ્રિટિશ પાસપોર્ટ પણ મળી શકે છે. સ્પાઉસ વિઝા મળ્યા બાદ આમિર બ્રિટેનમાં આજીવન કામ પણ કરી શકે છે. હાલ તેઓ લંડનમાં ઘર ખરીદવાના પ્રયાસોમાં છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આમિર સાથે પાકિસ્તાન માટે રમતા ઘણા ખેલાડીઓ આમિરના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસના સમાચારથી હેરાન નથી. જો કે, તેઓ આ જાણતા હતા કે ફાસ્ટ બોલર હવે ન તો પાકિસ્તાનમાં રહેવા માગે છે અને ન તો પાકિસ્તાન ટીમ માટે માગે છે. તે ઈંગ્લેન્ડ અને દુનિયાભરની T-20 લીગમાં રમવા માગતા હતા. પાકિસ્તાને આગામી સિરીઝ શ્રીલંકા વિરોધી UAEમાં રમવાની છે. ત્યાંની પીચ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ નથી. આમિરે આ સિરીઝ પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
આમિર બ્રિટિશ નાગરિકતા મામલે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સ્પોટ ફિક્સિંગ મામલામાં બ્રિટિશ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા હતા. આ મામલામાં તેઓ બ્રિટનની જેલમાં સજા પણ કાપી ચુક્યો છે. ગૃહ વિભાગ આ મામલામાં વાંધો ઉઠાવી શકે છે. સાથે જ એક પક્ષ એ પણ છે કે સજા કાપ્યા બાદ ઘણી વખત બ્રિટન જઈ ચુક્યો છે. સાથે જ તેમને કાઉન્ટી ક્રિકેટ પણ રમી છે. જો કે, એવી પણ શક્યતાઓ છે કે સારા વર્તનના કારણે ફિક્સિંગનો મામલો વચ્ચે ન પણ આવે.
પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે
abpasmita.in
Updated at:
27 Jul 2019 04:25 PM (IST)
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. માત્ર 27 વર્ષની વયે આમિરે ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું છે. 36 ટેસ્ટમાં 119 વિકેટ ઝડપનારા આમિરના નામે ઘણા મોટા રેકોર્ડ પણ નોંધાયેલા છે. આમિર હવે પાકિસ્તાન માટે રમવા નથી માંગતો. તેણે બ્રિટનની નાગરિકતા માટે અરજી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -