નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે ફરી એક વખત મદદ માટે આગળ આવ્યો છે. તેણે પાકિસ્તાની બાળકીની મદદ કરી છે. માસૂમ બાળકી હૃદયની સર્જરી માટે ભારત આવવા માંગતી હતી. પાકિસ્તાનના નેતાઓ અને નીતિઓની આલોચના કરતા ગંભીરે પાકિસ્તાનની ઓમૈમા અલીની સારવારનું બીડું ઉઠાવ્યું છે.


ગંભીરે તેના ટ્વિટર પર એક પત્ર શેર કરીને વિદેશ મંત્રી એસ જયશંકરને ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગને સારવાર માટે બાળકી તથા તેના પરિવારજનોને વીઝા આપવાની વાત કરી હતી. બાળકી અને તેના પરિવારજનોને વીઝા મળતી જતાં ગંભીરે એસ.જયશંકર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે.


ગૌતમ ગંભીરે કહ્યું, મને પાકિસ્તાન સરકાર, આઈએસઆઈ અને પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠનો સામે વાંધો છે પરંતુ જો 6 વર્ષની બાળકીની સારવાર ભારતમાં થઈ શકતી હોય તો તેનાથી સારી ચીજ શું હોઈ શકે.


ઈકોનોમી સુધારો, કોમેડી સર્કસ ન ચલાવોઃ પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર

અમેરિકાની એજન્સી FBIના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં વિરમગામના યુવકનું નામ, પત્નીની કૂરતાપૂર્વક કરી હતી હત્યા

ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત