ફખર ઝમાનની બેવડી સદી, વનડેમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો બનાવ્યો વિશ્વ રેકોર્ડ
નવી દિલ્હી: ઝિમ્બાવે વિરુદ્ધ પાંચ વનડે મેચની સીરીઝની ચોથી મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેનોએ ઐતિહાસિક ઈનિંગ રમી વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. પાકિસ્તાનના ઓપર બેટ્સમેન ઈમામ ઉલ હક અને ફખર ઝમાને 12 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડી દીધો છે. ઈમામ અને ફખર જમાને પ્રથમ વિકેટ માટે 304 રનની ઈનિંગ્સ રમી જે વનડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇમામ ઉલ હક અને ફખર જમાન પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના ઓપનર બેટ્સમેન ઉપુલ થરંગા અને સનથ જયસૂર્યાના નામે હતો. થરંગા અને જયસૂર્યાએ વર્ષ 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી લીડ્સ વનડેમાં પ્રથમ વિકેટે 286 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
ઇમામ ઉલ હક અને ફખર જમાન પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના ઓપનર બેટ્સમેન ઉપુલ થરંગા અને સનથ જયસૂર્યાના નામે હતો. થરંગા અને જયસૂર્યાએ વર્ષ 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી લીડ્સ વનડેમાં પ્રથમ વિકેટે 286 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
ઝિમ્બાવે સાથેની આ સીરીઝમાં પાકિસ્તાને પ્રથમ ત્રણ મેચમાં સતત જીત હાંસલ કરી સીરીઝમાં 3-0થી અજેય બઢત મેળવી લીધી છે.
વનડેમાં કોઈ પણ વિકેટની વાત કરીએ તો સૌથી મોટી પાર્ટનરશિપ બીજી વિકેટ માટે ક્રિસ ગેલ અને માર્લન સેમુઅલ્સે વર્ષ 2015માં 372 રનની ભાગીદારી નોંધાવી હતી. વર્ષ 1999માં સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે ન્યૂઝીલેન્ડ સામે 331 રન બનાવ્યા હતા. જ્યારે સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે પણ શ્રીલંકા સામે વર્ષ 1999 માં બીજી વિકેટ માટે 318 રનની ભાગીદારી નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -