પાકિસ્તાનની આ મહિલા ક્રિકેટરે ધોની અને રોહિત શર્માને પાછળ રાખી બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત
સના મીર 100 આંતરરાષ્ટ્રીય T20 રમનારી પ્રથમ એશિયન મહિલા ક્રિકેટર બની ગઈ છે. કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ સામે રમાયેલી ત્રીજી મેચમાં સના મીરે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી ટી20 મેચમાં તેણે 21 રન આપીને 2 વિકેટ લઈ પોતાની ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાહોરઃ પાકિસ્તાનની જાણીતી મહિલા ક્રિકેટર તથા પૂર્વ કેપ્ટન સના મીરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે રેકોર્ડ લિસ્ટમાં સામેલ થવાની સાથે જ ભારતના દિગ્ગજ ક્રિકેટર-પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હિટમેન રોહિત શર્માની સાથે તેના જ દેશના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને પણ પાછળ રાખી દીધો છે.
પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સના મીરે 2009માં આયર્લેન્ડ સામે T20માં ડેબ્યૂ કર્યા બાદ ઇજાના કારણે માત્ર બે જ મેચો ગુમાવી છે. શાહિદ આફ્રિદીએ 99, મહેન્દ્ર સિંહ ધોની અને ભારતની મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે 93-93 અને રોહિત શર્માએ 89 ટી20 મેચ રમી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -