પાકિસ્તાનના દિગ્ગજ સ્પિનર અબ્દુલ કાદિરનો દીકરો ઓસ્ટ્રેલિયા તરફથી રમશે ? જાણો વિગત
આ યુવા સ્પિનર હાલ સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ક્રિકેટર ગ્રેડ એ લીગમાં હોક્સબરી ક્રિકેટ ક્લબ વતી રમી રહ્યો છે. તેમાં 9 મેચમાં 3 વખત 5 વિકેટ લેવા સાથે કુલ 30 વિકેટ ઝડપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેંગરે તેને બિગ બેશ લીગ દરમિયાન પર્થ સ્કોચર્સને કેટલાક દિવસો ટ્રેનિંગ આપવા માટે કહ્યું હતું. ઉપરાંત આગામી સીઝનમાં પર્થ સ્કોચર્સ તરફથી રમવાની ઓફર પણ કરી છે.
ઉસ્માને પાકિસ્તાન વતી 8 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7 વિકેટ લીધી છે. જ્યારે 17 લિસ્ટ-એ મેચમાં 15 વિકેટ લીધી છે.
પાકિસ્તાની પસંદગીકારો દ્વારા સતત થઈ રહેલી અવગણનાથી નારાજ ઉસ્માન કાદિરે ખુલાસો કર્યો કે, તે 2020માં યોજાનારા વર્લ્ડ ટી-20માં ઓસ્ટ્રેલિયા વતી રમવાનું વિચારી રહ્યો છે. તેણે કહ્યું કે, મને 2012માં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા ઓફર થઈ હતી. તે સમયે અંડર-19 વર્લ્ડ કપ પૂરો થયો હતો. પરંતુ મેં મારા પિતાના કારણે ઓફર સ્વીકારી નહોતી, પરંતુ હવે તેના પર વિચાર કરી રહ્યો છું.
ઓસ્ટ્રેલિયામાં ઉસ્માનને અનેક ક્રિકેટ દિગ્ગજો પાસેથી ઘણું શીખવા મળી રહ્યું છે. જેમાં જેફ લોસન અને જસ્ટિન લેંગર પણ સામેલ છે. જેમણે તેની રમતમાં સુધારો લાવવામાં ઘણી મદદ કરી છે.
ઉસ્માને વધુમાં કહ્યું કે, તે સમયે તેના પિતાને લાગતું હતું કે અંડર-19માં ઉસ્માનના સારા પ્રદર્શનના કારણે તેની પાકિસ્તાનની ટીમમાં પસંદગી થઈ શકે છે. પરંતુ આમ ન થયું અને સતત મારી ઉપેક્ષા કરવામાં આવી.
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભ્રષ્ટાચાર અને રાજનીતિથી તંગ આવી ગયેલા પાકિસ્તાનના દિગ્ગજ સ્પીનર અબ્દુલ કાદિરના દીકરાએ ઓસ્ટ્રેલિયન ટીમ વતી ક્રિકેટ રમવાનું વિચારી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પોતાની સ્પિન બોલિંગથી એક અલગ ઓળખ બનાવી ચૂકેલો ઉસ્માન કાદિર કાંગારુ ટીમ વતી રમતો નજરે પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -