નવી દિલ્હીઃ વર્ષ 2014માં શરૂ થયેલી પ્રૉ કબડ્ડી લીગ ભારતમાં ખુબ લોકપ્રિય બની રહી છે. અત્યાર સુધી તેની કુલ સાત સિઝન રમાઇ ચૂકી છે, અને આગામી 22મી ડિસેમ્બરથી આઠમી સિઝનની શરૂઆત થશે. પરંતુ આ સાતેય સિઝનમાં કેટલાક ખેલાડીઓ એવા રહ્યાં છે જેઓએ પોતાના નામે ખાસ રેકોર્ડ નોંધાવી દીધા છે. આવો જ એક પ્રૉ કબડ્ડી લીગનો ખેલાડી છે પરદીપ નરવાલ. પ્રૉ કબડ્ડી લીગની બીજી સિઝનમાં ડેબ્યૂ કરનારો પરદીપ નરવાલ અત્યારે ખુબ ચમકી રહ્યો છે, જાણો તેના નામે નોંધાયેલા બેસ્ટ ત્રણ રેકોર્ડ.......... 


પરદીપ નરવાલે સૌથી પહેલા બેંગ્લુરુ બુલ્સની સાથે પોતાની કબડ્ડી કેરિયરની શરૂઆત કરી હતી. બીજી સિઝનમાં તેને માત્ર છ મેચોમાં જ રમવાનો મોકો મળ્યો હતો, અને આ મેચોમાં તે માત્ર નવ જ પૉઇન્ટ હાંસલ કરી શક્યો હતો. 


પ્રૉ કબડ્ડી લીગમાં પરદીપ નરવાલના નામે રહ્યાં છે આ મોટા રેકોર્ડ- 


(1) પ્રૉ કબડ્ડી લીગના ઇતિહાસમાં સૌથી વધુ રેડ પૉઇન્ટ -1160
રેડિંગમાં સતત પ્રભાવી પ્રદર્શન કરનારા પરદીપ 107 મેચોમાં 1160 રેડ પૉઇન્ટ હાંસલ કરી ચૂક્યો છે. આ પછી આ લિસ્ટમાં બીજા નંબર પર રાહુલ ચૌધરી છે, તેને 955 પૉઇન્ટ છે. 


(2) એક સિઝનમાં સૌથી વધુ પૉઇન્ટ્સ - 369
પાંચમી સિઝનમાં નરવાલે 26 મેચોમાં 369 પૉઇન્ટ હાંસલ કર્યા હતા. પટના સાથે સતત બે વાર લીગ ટાઇટલ જીત્યુ હતુ, અને ખુદને મુખ્ય હથિયાર બનાવ્યુ હતુ.


(3) એક રેડમાં સૌથી વધુ પૉઇન્ટ્સ -8 
પરદીપ નરવાલે પાંચમી સિઝનમાં હરિયાણા વિરુદ્ધ એક જ રેડમાં સૌથી વધુ આઠ પૉઇન્ટ હાંસલ કર્યા હતા. 


 


 


આ પણ વાંચો-- 


ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિ કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે


ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?


Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ


ગુજરાતમાં કોરોના નિયંત્રણો માટેની ગાઈડ લાઇન આજે થશે જાહેર, વાઇબ્રન્ટ-સંક્રમણની સ્થિતિને આધારે લેવાશે નિર્ણય


Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું


India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ


ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે