ICC પર ભડક્યા બોલિવૂડના આ એક્ટર, કહ્યું- ‘ધોનીના ગ્લવ્ઝ નહીં તમારા નિયમ બદલો’
abpasmita.in | 16 Jul 2019 08:00 AM (IST)
પરેશ રાવલના ટ્વિટ બાદ અન્ય ફેન્સ પણ પ્રતિક્રિયા આપવા લાગ્યા.
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપના ફાઈનલમાં રવિવારે ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત વનડે ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યો હતા. ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી રોમાંચક મેચ ખત્મ થઈ ગઈ, પરંતુ સોશિયલ મીડિયા પર આઈસીસીના સુપર ઓવર નિયમને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમાં બોલિવૂડ સ્ટાર પરેશ રાવલ પણ ઝંપલાવ્યું છે. પરેશ રાવલે ICCના નિયમોની ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, “ICCએ ધોનીના ગ્લવ્ઝ બદલાવવા કરતાં સુપર ઓવરનો નિયમ બદલવાની જરૂર છે.” જણાવી દઈએ કે, પરેશ રાવલની સાથે ફેન્સે પણ કહ્યું કે, વિજેતાનો નિર્ણય સૌથી વધારે બાઉન્ડ્રી લગાવનારના આધારે થયો. ICCનો આ નિયમ બકવાસ છે. બંને ટીમ વિજેતા છે. પરેશ રાવલના ટ્વિટ બાદ અન્ય ફેન્સ પણ પ્રતિક્રિયા આપવા લાગ્યા. તેમણે લખ્યું- “ઓલ આઉટ થનારી ટીમને હારવાનું હતું પરંતુ ઈંગ્લેન્ડ જીતી ગયું.” બીજા એક યૂઝરે લખ્યું કે, “ભારતમાં ન્યૂઝીલેન્ડના ઘણા સમર્થકો છે અને આજે તેમણે પોતાની ખેલદિલીથી પ્રશંસકોમાં વધારો કર્યો છે.”