પાકિસ્તાને ભારત પર ઠોક્યો 500 કરોડનો દાવો, આજે ICC કરશે સુનાવણી, જાણો શું છે મામલો
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ-પીસીબીએ કહ્યું કે, ભારત અમારી સાથે ક્રિકેટ મેચ નથી રમતુ જેના કારણે અમને મોટુ નુકશાન થયું છે. પીસીબીએ બીસીસીઆઇ ઉપર 70 મિલિયન ડૉલર એટલે કે 500 કરોડ રૂપિયાનો નુકશાનીનો દાવો કરી દીધો છે. આજે દુબઇમાં આઇસીસી આ અંગે સુનાવણી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, માત્ર ભારત જ નહીં પણ બીજા કેટલાય દેશોની ટીમો છે જેમને પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. ભારતના કોઇપણ અધિકારીએ પાકિસ્તાનના દાવાની સુનાવણીમાં ભાગ લેવાની જરૂર નથી. ભારત પાકિસ્તાનને કોઇ પૈસા નથી આપવાનું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ નથી રમતુ. આ મામલે આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા મુદ્દાઓને સરકારના સ્તરે સુધારવા પ્રયાસ કરવો જોઇએ, આઇસીસી પાસે મોકલવાની જરૂર નથી. અમને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો કોઇ વાંધો નથી પણ કેટલાક મુદ્દા છે જે સૉલ્વ થાય પછી.
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ એક ઘણા લાંબા સમયથી યોજાઇ નથી, આને લઇને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ભારત પર 500 કરોડનો દાવો ઠોકી દીધો છે. પીસીબીએ આ મામલાને આઇસીસી પાસે પહોંચાડી દીધો છે, અને આને લગતી સુનાવણી આઇસીસી કરવાનું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -