Football: પેરુમાં એક ફૂટબોલ ખેલાડીને પીચ પર પેશાબ કરવા બદલ રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. ગોલ, સ્કિલ અને ટેકનિકથી ભરેલી, ફૂટબોલની દુનિયા ઘણીવાર આપણને રમુજી ક્ષણો બતાવે છે જેનો રમત સાથે કોઈ લેવાદેવા નથી હતો. આવી જ ઘટના પેરુમાં પણ બની હતી. સેબેસ્ટિયન મુનોઝ, જે પેરુના ત્રીજા ડિવિઝનમાં એટલાટિકો અવાઝુન માટે રમે છે, તે આ ઇવેન્ટનો પોસ્ટર બોય હતો. તે અત્યાર સુધીની સૌથી વિચિત્ર રેડ કાર્ડ પળોમાં સામેલ હતો. મેદાનની બાજુમાં પેશાબ કરવા બદલ રેફરીએ તેને આખી મેચમાંથી બહાર કરી દીધો હતો.


 






રવિવારે કોપા પેરુમાં એટ્લેટિકો એવોઝુન(Atlético Avazon)નો સામનો કેન્ટારસિલો એફસી( Cantarcillo FC)સામે થયો. મેચની 71મી મિનિટે સ્કોર 0-0થી બરાબર રહ્યો હતો. પછી અવાજુનને એક કોર્નર મળ્યો. જો કે, કેન્ટોરસિલોના ગોલકીપર લુચો રુઈઝને ઈજા થવાને કારણે પછી રમત બંધ કરવામાં આવી હતી. જો કે આ પછી એવી ઘટના બની જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકો. મુનોઝ કોર્નર લેવા માટે પહોંચ્યો, પરંતુ રુઈઝની ઈજાને જોઈને તે મેદાનની બહાર નીકળી ગયો અને પેશાબ કરવા લાગ્યો. સતર્કટ કેન્ટોરસિલોના ખેલાડીઓએ મુનોઝને મેદાનની બાજુમાં પેશાબ કરતા જોયો અને તરત જ રેફરીને જાણ કરી. રેફરી અને સાથી ખેલાડીઓ તરત જ રુઈઝની ઈજા વિશે ભૂલી ગયા.


થોડીક સેકન્ડ બાદ રેફરી મુનોઝ પાસે ગયો અને તેને રેડ કાર્ડ બતાવ્યું. રેફરીના નિર્ણયથી મુનોઝ ચોંકી ગયો હતો, પરંતુ તેની પાસે રમતનું મેદાન છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ પહેલીવાર નથી જ્યારે ખેલાડીઓએ મેદાન પર પેશાબ કર્યો હોય. ભૂતપૂર્વ આર્સેનલ ગોલકીપર જેન્સ લેહમેન એક વખત રમતની મધ્યમાં પેશાબ કરવા માટે જાહેરાતના હોર્ડિંગ્સ પર કૂદકો માર્યો હતો અને રેફરી તેને શોધે તે પહેલાં મેદાન પર પાછો ફર્યો હતો.


 ઇંગ્લેન્ડ ના મહાન ગોલકીપર લાઈનેકર 1990 માં વર્લ્ડ કપ મેચની મધ્યમાં શૌચ કર્યું હતું. પેટમાં દુખાવાથી પીડાતા લિનેકર પાસે આયર્લેન્ડ સામેની ગ્રૂપ ગેમમાં આમ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કમનસીબે સેબેસ્ટિયન મુનોઝ માટે, તે લેહમેન અથવા લીનેકરની જેમ છટકી શક્યો ન હતો, પરંતુ તે એવા લોકોની યાદીમાં જોડાયો હતો જેમણે મેદાન પર પેશાબ કર્યો છે અથવા શૌચ કર્યું હોય.


આ પણ વાંચો...


ICC એ બાંગ્લાદેશ પાસેથી પાછી ખેંચી ટી20 વર્લ્ડકપની યજમાની, હવે આ દેશ કરશે આયોજન, થઇ ગયુ કન્ફૉર્મ