બીજી T20 મેચમાં ફક્ત આટલા સ્કૉરથી જ હારી શકે છે કોઇપણ ટીમ, પીચ ક્યૂરેટરે કર્યો ખુલાસો
બીસીસીઆઇના ચીફ ક્યૂરેટર દલજીત સિંહને અહીં પીચ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, અને તેમને યુપીસીએના ક્યૂરેટર રવિન્દ્ર ચૌહાણ, શિવકુમાર અને સુરેન્દ્રની સાથે મળીને અહીં પીચ બનાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉમાં 24 વર્ષ લાંબા અંતરાલ બાદ નવા બનાવેલા એકાના સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. પીચ ક્યૂરેટરનુ માનવું છે કે આ મેચમાં બેટિંગ કરનારી ટીમ જો 130 રન બનાવી લેશે તો તે વિનિંગ સ્કૉર બની શકે છે. એટલું તો નક્કી છે આ મેચ હાઇ સ્કૉરિંગ નહીં હોય. પીચ પર ઘાસની સાથે સાથે વચ્ચે ક્યાંક તિરાડો પણ છે. આ એક લૉ સ્કૉરિંગ મેચ હશે અને શરૂઆતથી જ અહીં સ્પીનર્સનો મોટો રૉલ હશે.
ક્યૂરેટરે કહ્યું કે આ પીચ માટીથી બનાવેલી છે અને તેને ઓડિશાના બોલનગીરથી લાવવામાં આવી હતી અને આ તેના સ્લૉ નેચર માટે ફેમસ છે. અહીં બન્ને ટીમોના બેટ્સમેનોને સ્કૉર કરવા માટે પરેશાની પડશે, સાથે સાથે લૉંગ સ્ક્વેર બાઉન્ડ્રી પર મોટા શોર્ટ્સ રમવામાં તકલીફો પડશે.
લખનઉઃ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ આજે ભારત બીજી ટી20 મેચ રમવા લખનઉના મેદાનમાં ઉતરશે, સામાન્ય રીતે એવું મનાય છે કે, મોટાભાગની ટી20 મેચોમાં બેટ્સમેનની બોલબાલા વધુ હોય છે, પણ આ વખતે મામલો થોડો અલગ છે. પીચ ક્યૂરેટરનુ માનવું છે કે આ એક લૉ સ્કૉરિંગ મેચ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -