નવી દિલ્હીઃ પ્રૉ કબડ્ડી લીગે ભારતમાં કેટલાક યુવા ખેલાડીઓને એક મંચ પુરુ પાડ્યુ છે. જેનો ફાયદો ઉઠાવીને યુવા ખેલાડીઓએ પોતાનુ નામ કમાયુ છે. આવો જ એક ખેલાડી છે નવીન કુમાર. નવીન કુમારે પ્રૉ કબડ્ડી લીગને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. ખાસ વાત છે કે પ્રૉ કબડ્ડી લીગમાં નવીન કુમારે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવ્યા છે. આ વખતે પુરેપુરી તાકાતથી રમીશુ, કયા ખેલાડીએ ચેમ્પિયન બનવા કર્યો હૂંકાર
દબંગ દિલ્હી ગઇ સિઝનમાં ફાઇનલ સુધી પહોંચી ગઇ હતી, પરંતુ તે ખિતાબ ન હતી જીતી શકી. ફાઇનલ સુધી પહોંચાડવામાં નવીન કુમારનુ દિલ્હીમાં ખુબ મોટો ફાળો રહ્યો હતો. ગઇ સિઝનમાં નવીન કુમારે 23 મેચોમાં 303 પૉઇન્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા, જેમાં 301 પૉઇન્ટ રેડિંગમાં આવ્યા હતા. પરંતુ હવે આ સિઝનમાં નવીન કુમાર પાસે દબંગ દિલ્હીની આશાઓ વધુ છે.
પ્રૉ કબડ્ડી લીગની 8મી સિઝન શરૂ થાય તે પહેલા નવીન કુમારે પોતાની તૈયારીઓને લઇને કહ્યું કે, તે આ વખતે પુરેપુરી રીતે તૈયાર છે.
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ