આર્મી ચીફ જનરલ એમએમ નરવણેને ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન બુધવારે તેમને COSCનું પદ સોંપવામાં આવ્યું હતું.


નરવણે ત્રણેય સૈન્ય પ્રમુખોમાં સૌથી વરિષ્ઠ હોવાના કારણે આ પદ સોંપવામાં આવ્યું છે. દેશમાં સીડીએસનું પદ સોંપ્યા અગાઉ ત્રણેય પ્રમુખોમાં સૌથી વરિષ્ઠ હોય તેને જ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવે છે. સીએસસીની મંગળવારે બેઠક થઇ હતી જેમાં જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા અને 11 અન્ય સૈન્ય જવાનોના નિધન પર શોક વ્યક્ત કરાયો હતો.


ભારતીય એરફોર્સના ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નૌસેનાના વડા એડમિરલ આર હરિ કુમારે 30 સપ્ટેમ્બર અને 30 નવેમ્બરના રોજ પોતાનું પદ સંભાળ્યું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અગાઉ ત્રણેય સેવા પ્રમુખોમાં સૌથી વરિષ્ઠ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ હતા.


સેન્ટ્રલ એક્સાઈઝમાં ઘણા બધા પદો પર નોકરીઓ માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે લોકો સરકારી નોકરીની શોધમાં છે, તેમના માટે સારો મોકો છે. સેન્ટ્રલ એક્સાઇઝના નોટિફિકેશન અનુસાર 19 પદો પર ભરતી કરવાની છે. અરજી કરવા માટે ઑફિશિયલ વેબસાઇટ centerexcisechennai.gov.in પર જાવ અને અરજી કરતા પહેલા નોટિફિકેશન જુઓ.


Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા


 


ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ


India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો


Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયો, નહીં તો પછી.......


Supriya Lifescience IPO: આજે ખૂલ્યો સુપ્રિયા લાઇફસાયન્સનો આઈપીએ, જાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ