Pro Kabaddi League 2021-22: બુધવારે પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. પહેલા દિવસે જ એક જબરદસ્ત રોમાંચક મેચ જોવા મળી, બેંગ્લુરુના શેરાટૉન ગ્રાઉન્ડમાં રમાયેલી પ્રૉ કબડ્ડી લીગની બીજી મેચમાં 40-40નો સ્કૉર થયો અને મેચ ટાઇ થઇ ગઇ હતી. જોકે, શરૂઆતમાં બન્ને ટીમો વચ્ચે આ મેચમાં કાંટાની ટક્કર જોવા મળી. 


તામિલ થલાઇવાજના કેપ્ટને ટૉસ જીત્યો અને પ્રપંજનને પહેલા રેડ કરવાનો ફેંસલો કર્યો. તેલુગુ ટાઇટન્સ તરફથી પહેલા રેડ મનજીતે કરી. અને તેને આ રેડની સાથે ટીમનુ ખાતુ ખોલ્યુ. બન્ને ટીમમોની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. રેડર્સ કન્ટીન્યૂ રેડ મેળવતા રહ્યાં તો ડિફેન્સમાં બન્ને ટીમો બરાબર રહી. પહેલા હાફમાં તેલુગુ ટાઇટન્સ આગળ રહી, બાદમાં તામિલ થલાઇવજે 23-21 થી લીડ બનાવી લીધી. પહેલા હાફમાં તેલુગુના સિદ્વાર્થે 6 પૉઇન્ટ મેળવ્યા, તો થલાઇવજ તરફથી મનજીતે 8 પૉઇન્ટ મેળવીને ટીમને આગળ કરી દીધી. 


બીજા હાફમાં મનજીતે દમ બતાવ્યો. ડિફેન્સમાં થલાઇવજે જોરદાર રમત બતાવી. મેચમાં જ્યારે છેલ્લી પાંચ મિનીટ બચી હતી તે સમયે તેલુગુએ વાપસી કરવાની કોશિશ કરી. બાદમાં આગળની રેડમાં થલાઇવજે ઓલઆઉટ કરી દીધી. મેચમાં અંકિત બેનિવાલે થલાઇવાજ તરફથી રેડ કરવા ગયો, પરંતુ તેની અસફળ રેડના કારણે મેચ ટાઇ થઇ ગઇ હતી. આ રીતે મેચ એક રોમાંતક તબક્કામાં આવીને ખતમ થઇ હતી. મેચમાં તેલુગુ ટાઇટન્સના કેપ્ટન સિદ્ધાર્થ દેસાઇને 11 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા. જ્યારે મનજીતે થલાઇવાજ માટે 12 સફળ રેડ કરી. આ મેચમાં તેલુગુ સંદિપ કંન્ડોલાએ સિઝનનો પહેલો હાઇ -5 પણ હાંસલ કર્યો. 


 


આ પણ વાંચો..........


મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?


મહેબૂબા મુફતીએ મોદીની સરખામણી પાકિસ્તાનના ક્યા સરમુખત્યાર સાથે કરી ? પાકિસ્તાન શાનાં ફળ ભોગવે છે ?


PAYTM સહિતની એપ યુઝ કરતા હો તો આ વાતનું રાખો ધ્યાન નહિંતર લાગી જશે લાખો રૂપિયાનો ચૂનો


IOCL Recruitment 2021: 10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, જલ્દી અરજી કરો, 9 જાન્યુઆરીએ પરીક્ષા


Dimple Yadav Tests Covid-19 Positive: ઉત્તરપ્રદેશના કયા દિગ્ગજ નેતાની પત્નીએ કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં થઈ સંક્રમિત ?


NBCC Recruitment 2021: આ સરકારી કંપનીમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પસંદગી માત્ર ઇન્ટરવ્યુ દ્વારા જ થશે


20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી