નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી સરકારને હવે દેશમાં મોટા ભાગના નેતાઓ ટાર્ગેટ કરવા લાગ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ મોદીને પાકિસ્તાની સાથે સરખાવીને આડેહાથે લીધા છે. જમ્મુમાં પાર્ટી કાર્યકર્તાઓના એક અધિવેશનમાં મહેબૂબા મુફ્તીએ મોદી પર નિશાન સાધતા કેન્દ્ર સરકારની સરખામણી પાકિસ્તાનના જનરલ મુહમ્મદ જિયા ઉલ હકના નેતૃત્વ વાળી સરકાર સાથે કરી.
કાર્યકર્તાઓના અધિવેશનમાં મહેબૂબા મુફ્તીએ ભાજપ અને સંઘ પર આકરા પ્રહારો કર્યો અને કહ્યું કે તેમના ખરાબ દિવસો આવી રહ્યાં છે. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાનની સરકાર જેવી છે, તેમને મોદી સરકારને પાડોશી દેશની જનરલ મુહમ્મદ જિયા ઉલ હકના નેતૃત્વ વાળી સરકાર સાથે સરખાવી અને કહ્યું કે, પાડોશી દેશ હજુ પણ સૈન્ય તાનાશાહી દ્વારા ઉછેરવામાં આવેલી નફરતના બીજ ભોગવી રહી છે. આકરા પ્રહારો કર્યો અને કહ્યું કે તેમના ખરાબ દિવસો આવી રહ્યાં છે.
આ પણ વાંચો..........
મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?
મહેબૂબા મુફતીએ મોદીની સરખામણી પાકિસ્તાનના ક્યા સરમુખત્યાર સાથે કરી ? પાકિસ્તાન શાનાં ફળ ભોગવે છે ?
PAYTM સહિતની એપ યુઝ કરતા હો તો આ વાતનું રાખો ધ્યાન નહિંતર લાગી જશે લાખો રૂપિયાનો ચૂનો
20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી