રાજકીય પક્ષે રેલી માટે ભારતના આ વિસ્ફોટક ઓપનરના નામનો ઉપયોગ કરતાં જ થયો લાલઘૂમ, જાણો વિગત
સેહવાગ હાલ કોમેન્ટેટર તરીકે કાર્યરત છે. તેની હિન્દી કોમેન્ટ્રી સાંભળવા ઘણા દર્શકો આતુર રહે છે. સેહવાગે 104 ટેસ્ટમાં 4.34ની સરેરાશથી 8586 રન બનાવ્યા છે. જેમાં 23 સદી અને 32 અડધી સદી સામેલ છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 319 રન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેહવાગે 251 વનડેમાં 8273 રન બનાવ્યા છે. જેમાં 15 સદી અને 38 અડધી સદી સામેલ છે. વન ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 219 રન છે. આ ઉપરાંત 19 ટી20 મેચમાં સેહવાગે 394 રન બનાવ્યા છે. જેમાં 68 રન સર્વાધિક સ્કોર છે.
દુબઈઃ વિશ્વના શ્રેષ્ઠ બોલર્સની ધોલાઇ કરીને તેમની લાઇન લેન્થ બગાડવા જાણીતા ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. થોડા કલાક પહેલા તેણે ટ્વિટ કરીને કહ્યું કે, તેના નામ પર કોઈ રાજકીય સંગઠન પ્રચાર કરી રહ્યું છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ બેનરમાં લખ્યું છે કે, ‘વિરેન્દ્ર સેહવાગ એક વિશાળ ખેડૂત સંમેલનને સંબોધન કરશે. સંમેલનને સફળ બનાવવા મોટી સંખ્યામાં પધારશો.’
સેહવાગે કરેલા અંગ્રેજી ટ્વિટનો સ્ક્રીનશોટ.
40 વર્ષીય સેહવાગે ટ્વિટ કરીને સંગઠન દ્વારા કરવામાં આવી રહેલા પ્રચારનું ખંડન કર્યું છે. તેણે લખ્યું કે, ‘હું દુબઈમાં છું અને આ લોકો સાથે મારો કોઈ સંપર્ક થયો નથી. આ લોકો કેમ્પેનના નામ પર મારા નામનો ખોટો ઉપયોગ કરીને લોકોને મુર્ખ બનાવી શકે છે. તેથી અંદાજ લગાવી શકાય છે કે જો કદાચ તેઓ જીતી જશે તો લોકોને પણ મુર્ખ બનાવશે. જૂઠ્ઠા લોકોથી સાવધાન.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -