Cristiano Ronaldo on Retirement Predictions:  દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ચાહકો માટે એક સારા સમાચાર છે. તેના મનપસંદ ફૂટબોલરની આગામી બે વર્ષ સુધી નિવૃત્તિની કોઈ યોજના નથી. રોનાલ્ડો હવે યુરો 2024 સુધી ફૂટબોલ રમવાનું ચાલુ રાખવા માંગે છે. આ વાત તેણે પોતે એક એવોર્ડ સમારોહમાં જણાવી હતી.


લિસ્બનમાં ફૂટબોલ ફેડરેશન ઓફ પોર્ટુગલ (FPF) દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં રોનાલ્ડોને તેના દેશ માટે સૌથી વધુ ગોલ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું હતું કે  'મારી સફર હજુ પૂરી થઈ નથી. હું વર્લ્ડ કપ અને યુરોનો ભાગ બનવા માંગુ છું. હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું અને મારું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે.


રોનાલ્ડોએ પોતાની કારકિર્દીમાં પોર્ટુગલ માટે 189 મેચમાં 117 ગોલ કર્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાનો રેકોર્ડ રોનાલ્ડોના નામે હતો. તેણે આયર્લેન્ડ સામે ગોલ કરીને મહાન ઈરાની ફૂટબોલર અલી દાઈના 109 ગોલના રેકોર્ડને તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે રોનાલ્ડો હવે કતારમાં નવેમ્બરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ 2022માં પોતાના દેશ માટે રમતા જોવા મળશે. આ તેની 10મી મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હશે.


રોનાલ્ડો માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે રહેશે


રોનાલ્ડો હાલમાં માન્ચેસ્ટર યુનાઈટેડ માટે ક્લબ ફૂટબોલ રમે છે. છેલ્લી સિઝનમાં તેણે પોતાની જૂની ક્લબ માટે શાનદાર રમત બતાવી હતી. જો કે ગયા વર્ષે યુનાઈટેડનું એકંદર પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. આ વખતે નવી સિઝનની શરૂઆત પહેલા એવી પણ જોરશોરથી ચર્ચા થઈ હતી કે રોનાલ્ડો યુનાઈટેડ છોડી શકે છે, જો કે તે તેની ક્લબ સાથે જ છે.


આ પણ વાંચોઃ


Cricket: સાત રનમાં ગુમાવી છ વિકેટ છતાં આ ટીમ જીતી મેચ, 16 વર્ષમાં પ્રથમવાર બની આવી ઘટના


બાઈક રેસિંગની Moto GPમાં ડેબ્યુ કરશે ભારત, 2023માં થશે Bharat Grand Prixનું આયોજન


Hardik Pandya ના ટ્વીટ પર પાક. એક્ટ્રેસને ભારતીય ટીમની મજાક ઉડાવવી ભારે પડી, લોકોએ આ રીતે ટ્રોલ કરી


ICC T20 Rankings: ટી20 રેન્કિંગમાં ચમક્યા સૂર્યકુમાર અને હાર્દિક, બાબર આઝમને મોટુ નુકસાન, જુઓ.........