પંજાબની જીતની ખુશીમાં સેમ કુરેન અને પ્રીતિ ઝિન્ટા મેદાન પર જ કરવા લાગ્યા 'ભાંગડા', વીડિયો વાયરલ
abpasmita.in | 02 Apr 2019 10:42 AM (IST)
મોહાલીઃ સેમ કુરેનની હેટ્રિક અને મોહમ્મદ શમીની ઘાતક બૉલિંગના સહારે કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને 14 રને માત આપી. ટીમને જીતથી ખુશ થયેલા સેમ કુરેને ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા સાથે મેદાન પર જ ભાંગડા કરવાનુ શરૂ કરી દીધુ હતુ. આ સમયે અન્ય ખેલાડીઓ હંસવા લાગ્યા હતા. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, જ્યારે મેચ પુરી થઇ ત્યારે ખેલાડીઓ વારાફરથી એકબીજાને મળી રહ્યાં હતા તે સમયે સેમ કુરેન મળતા જ પ્રીતિ ઝિન્ટા ભાંગડા કરવા લાગી હતી. આ દરમિયાનને વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.