પંજાબની હારથી ભડકેલી પ્રીતિ ઝિન્ટાએ સેહવાગને રૂમમાં બોલાવીને ખખડાવી નાંખ્યો!
પંજાબ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા નજીકના લોકોનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં 2 ટ્રીપલ સેન્ચ્યુરી અને વનડેમાં ડબલ સેન્ચ્યુરી મારી ચુકેલા વીરેન્દ્ર સેહવાગ અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે બધું ઠીક નથી. નજીકના સૂત્રો જણાવે છે કે સેહવાગે નિર્ણય અને કામ પર પ્રીતિએ પહેલી વખત વાંધો ઉઠાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે અશ્વિનને કરુણ નાયર અને મનોજ તિવારી જેવા ખેલાડીઓને પહેલા ત્રણ પર મોકલ્યા તેને લઈને પ્રીતિએ સેહવાગની રણનીતિ પર વિરોધ નોંધાવ્યો હતો. અશ્વિન આ મેચમાં શૂન્ય સ્કોર પર પાછો ફર્યો. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રીતિએ હારનો દોષનો ટોપલો સેહવાગ પર ઢોળ્યો પૂર્વ બેટ્સમેન પર ભડાસ કાઢી હતી.
મંગળવારે રાજસ્થાન રોયલ્સે આપેલા 158 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ ટીમ જીતશે તેવી આશા દરેકને હતી. જોકે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નબળી ગણાય રહેલી રાજસ્થાને પંજાબને ખૂબ જ સહેલાઈથી હરાવીને અપસેટ સર્જી દીધો હતો. હાલ રેટિંગમાં પંજાબ ત્રીજા નંબરે છે.
મીડિયા અહેવાલ અનુસાર મેચ હાર્યા બાદ વિરેન્દ્રસિંહને પ્રીતિએ પોતાના રૂમમાં બોલાવીને ખખડાવી નાંખ્યો હતો. નોંધનીય છે કે કે સેહવાગ પાછલા 5 વર્ષથી કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયેલ છે. તો પ્રીતિ ઝિંટા, નેસ વાડિયા અને મોહિત બર્મન આ ફ્રેન્ચાઈઝીના માલિક છે. સૂત્રોનું માનીએ તો પ્રીતિ દ્વારા જે રીતે સેહવાગ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેનાથી વિરુ એટલો તો નારાજ છે કે તે પંજાબની ટીમ સાથે ચાલી રહેલા તેના 5 વર્ષ જૂના સંબંધો પર પૂર્ણવિરામ પણ મુકી શકે છે.
નવી દિલ્હીઃ આઈપીએલની સીઝન 11માં પહેલા રવિવારે પોતાના નવા ઘર ઇન્દોરમાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું, પરંતુ તેના બે દિવસ બાદ મંગળવારે રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડ જયપુરમાં જ ન હરાવી શક્યું અને 15 રને હારનો સામનો કરવો પડ્યો. આ સવાઈમ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનની પંજાબ વિરૂદ્ધ આઈપીએલમાં સતત 5મી જીત રહી. પંજાબની હારને કારણે ટીમની સહ માલિક પ્રિતી ઝિન્ટા ખૂબ જ નારાજ જોવા મળી. પ્રિતી ઝિન્ટાનું દુખ ત્યારે પણ જોવા મળ્યું જ્યારે તે મેદાન પર હાર બાદ સેહવાગની સાથે વાત કરતી જોવા મળી. આ સમયે પ્રીતિ સેહવાગથી પણ વાત કરતાં સમયે ખૂબ નારાજ જોવા મળી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -